Connect Gujarat
દુનિયા

હોંગકોંગમાં ઉરીના શહીદો માટે ડાયરો, દેશપ્રેમીઓએ એકઠા કર્યા લાખો રૂપિયા

હોંગકોંગમાં ઉરીના શહીદો માટે ડાયરો, દેશપ્રેમીઓએ એકઠા કર્યા લાખો રૂપિયા
X

ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે સમગ્ર દેશમાં જુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે પરદેશમાં વસતા ભારતીયો પણ ઉરીના શહીદોની વ્હારે આવ્યાં છે. જેમાં હોંગકોંગમાં વસતા દેશપ્રેમીઓએ ખુલ્લા દિલ્લે રૂપિયાનો ધોધ વહાવી શહીદોની શહાદતને યાદ કરીને એકઠા થયેલા લાખો રૂપિયા શહીદોના પરિવારજનો સુધી પહોંચાડવા વ્યવસ્થા કરી હતી.

unnamed-7

સંત-શૂરાની ભૂમિ તરીકે ઓળખાતા કાઠિયાવાડીઓ ધંધાર્થે મોટી સંખ્યામાં હોંગકોંગમાં વસે છે. જેમણે ઉરીના શહીદોના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કર્યું હતું. હોંગકોંગમાં કાઠિયાવાડી મિત્ર મંડળ (KMM) દ્વારા યોજાયેલા ડાયરામાં ગુજરાતથી ગયેલા કલાકારોએ જમાવટ કરી હતી.

unnamed-8

હોંગકોંગની હોટલ મેરીઓટમાં યોજાયેલા ભવ્ય ડાયરામાં સૈનિકોના લાભાર્થે કાઠિયાવાડી મિત્રમંડળના સભ્યોએ ઉદાર હાથે રૂપિયાની વર્ષા કરી હતી. જેથી ડાયરા દરમિયાન લાખો રૂપિયા શહીદોના પરિવારજનો માટે એકઠા થયા હતાં.

unnamed-6

હોટલ મેરીઓટ સુધી પહોંચવા બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી અંદાજે સાત સો જેટલા યુવાનો બાળકો અને વડીલોએ ડાયરાની મજા માણી હતી. ગુજરાતના હાસ્ય કલાકાર ધનશ્યામ લાખાણી, ગુણવંત ચુડાસમા તથા ઉર્વશી રાદડીયા અને જયમંત દવેએ લોકગીત, ભજનો અને દેશ ભક્તિના ગીતોથી વાતાવરણ દિવ્ય બનાવવાની સાથે લોકોને રમઝટ કરવા મજબૂર કરી દીધા હતાં.

Next Story