Connect Gujarat
સમાચાર

હોમ લોનના હપ્તા મકાન ભાડાં કરતા સસ્તા કરવા પ્રયાસ કરાશે: નાણાં મંત્રી અરુણ જેટલી

હોમ લોનના હપ્તા મકાન ભાડાં કરતા સસ્તા કરવા પ્રયાસ કરાશે: નાણાં મંત્રી અરુણ જેટલી
X

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ગુરુવારે રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડા બાદ નાણાં મંત્રી અરુણ જેટલી હવે પ્રજાને લુભાવવાના પ્રસાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર લોનની ઇએમઆઇ ભાડાની રકમ કરતા પણ સસ્તી કરી દેશે. બીજી વખત સત્તામાં આવીશું તો એવી નીતિ લાવીશું જેથી ફરી વ્યાજ દરમાં ઘટાડો થશે. આ સિવાય તેમણે જણાવ્યું હતું જીએસટી કમિટિની આગામી બેઠક જીએસટીના દરોમાં ઘટાડો કરવા અંગે ચર્ચા કરાશે.

અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, જ્યારે વાજપાયી વડાપ્રધાન હતા. ત્યારે હોમ લોન ખૂબ સસ્તી હતી, લોનની ઇએમઆઇ ઘરના ભાડા કરતા પણ સસ્તી હતી. મને લાગે છે આપણે એ જ વ્યાજદર સુધી જવાની જરૂર છે. આરબીઆઇ દ્વારા વ્યાજ દર ઘટાડવા છતાં પણ બેન્ક દ્વારા લોનના વ્યાજ દર યથાવત રાખવા મામલે કરાયેલ સવાલનો જવાબ આપતા જેટલીએ જણાવ્યું હતું કે, બેન્કોની પણ વ્યવસ્થા છે તેઓ તાત્કાલિક ધોરણે આનો અમલ નથી કરતા પણ અમુક સમય બાદ તેઓ પણ તેમના વ્યાજદર ઘટાડશે. આરબીઆઇના ગર્વનરે પણ જણાવ્યું છે કે તેઓ બેન્ક સાથે આ અંગે નીતિ ઘડશે જે એક સારી બાબત છે.

તેમણે જણાવ્યું હતું કે, ફરીથી સત્તામાં આવીશું તો આગામી દાયકા સુધી આર્થિક વિકાસની ઝડપ બનાવવાની જરૂર હશે. સરકાર નાણાંકીય એકીકરણ ચાલું રાખશે અને એવી નીતિઓ ધડશે જેનાથી આવનારા સમયમાં ફરીથી વ્યાજદરમાં ઘટાડો કરવો સંભવ હશે.

Next Story