Connect Gujarat
દેશ

હોળાષ્ટકનાં પ્રારંભ સાથે શુભ કાર્યો પર બ્રેક લાગી

હોળાષ્ટકનાં પ્રારંભ સાથે શુભ કાર્યો પર બ્રેક લાગી
X

હિન્દૂ ધર્મ પંચાગ પ્રમાણે શુક્રવાર થી હોળાષ્ટકનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. 1 માર્ચે હોળીનાં પર્વની સાંજે હોલિકા દહન થશે અને જેની સાથે જ હોળાષ્ટક સંપન્ન થશે. હોળાષ્ટક છે ત્યાં સુધી એટલે કે આગામી એક સપ્તાહ લગ્ન, વાસ્તુ આદિ માંગલિક કાર્યો કરવાનો નિષેધ રહેેશે.

આગામી 2 માર્ચ-શુક્રવારે ધૂળેટીનું પર્વ ઉજવાશે. હોળાષ્ટક એ હોળી અને અષ્ટક એમ બે શબ્દનો બનેલો છે. હોળીના આઠ દિવસ અગાઉના સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળાષ્ટકને જ્યોતિષની દ્રષ્ટિએ દોષ ગણવામાં આવે છે અને તેમાં શુભ કાર્યો કરી શકાતા નથી. આ ગાળામાં હિન્દૂ ધર્મમાં દર્શાવવામાં આવેલા 16 સંસ્કાર જેમકે ગર્ભાધાન, વિવાહ, પુંસવન, નામકરણ, વિદ્યારંભ તેમજ ગૃહપ્રવેશ, હવન કરી શકાતા નથી. હોળાષ્ટક દરમિયાન કરવામાં આવેલા કામ થી કષ્ટનો સામનો કરવો પડતો હોય છે.

હોળાષ્ટક બાદ માર્ચ થી જુલાઇ સુધી લગ્નનાં 24 શુભ મુહૂર્ત આવે છે. આ પૈકી 10 જુલાઇએ દિવાળી અગાઉ લગ્નનું અંતિમ શુભ મુહૂર્ત છે. 15 માર્ચ થી 14 એપ્રિલ દરમિયાન મીન માસ-કમૂરતા છે.

Next Story