Connect Gujarat
ગુજરાત

૧લી ડિસેમ્બરથી આહવામાં યોજાશે પ્રફુલભાઇ શુકલ દ્વારા વનવાસી કથા મહોત્સવ

૧લી ડિસેમ્બરથી આહવામાં યોજાશે પ્રફુલભાઇ શુકલ દ્વારા વનવાસી કથા મહોત્સવ
X

દંડકારણ્ય ડાંગના આહવા ખાતે દંડકેશ્વર મહાદેવ પરિસરમાં કથાકાર પ્રફુલભાઈ શુકલ દ્વારા બાપા સીતારામ પરિવાર આયોજિત સમસ્ત પિતૃઓને સ્મરણાર્થે ભાગવત કથાનો મંગલ આરંભ થશે. શ્રમજીવી વર્ગ ને ધ્યાન માં લઈને ૧લી ડિસેમ્બર થી ૭ ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ વનવાસી કથા મહોત્સવ નો સમય દરરોજ સાંજે ૭ થી ૧૦ રાખવામાં આવ્યો છે. મુખ્ય યજમાન ભારતીબેન ગાયકવાડ આંબાપાડાના નિવાસેથી ૧લી ડિસેમ્બરે સાંજે ૫ વાગે પોથીયાત્રા નીકળશે.જેમાં ડાંગના પરંપરાગત વાજિંત્ર સાથે કળશધારી બહેનો અને આહવાના આગેવાનો જોડાશે.ઘણા વર્ષો બાદ પ્રફુલભાઈ શુકલની યોજાયેલી ભાગવત કથાથી સમગ્ર ડાંગ પ્રદેશમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વરાજ આશ્રમના સ્વ.ઘેલુભાઈ નાયક અને પૂર્વ ધારાસભ્ય સ્વ.માધુભાઈ ભોયે સાથે ડાંગ ના ૩૧૧ ગામોમાંથી મોટા ભાગના ગામોમાં પ્રફુલભાઈ શુકલ એ કથા સત્સંગ યાત્રાઓ કરી છે. આજે યોજાયેલી કથાની મિટિંગમાં સ્વરાજ આશ્રમના ગાંડાભાઈ પટેલ,વનરાજભાઈ નાયક,પ્રશાંતભાઈ બોરસે, ભારતીબેન ગાયકવાડ,હેમાબેન પટેલ,જયવંતાબેન પવાર, નિરૂબેન ગૌરી અને પુષ્પાબેન ઉપસ્થિત રહ્યા હતા. કથા માં આવનાર ઉત્સવો વિદુર ચરિત્ર, નરસિંહ પ્રાગટ્ય, કૃષ્ણજન્મ ઉત્સવ, ગોવર્ધન પૂજા અને રૂક્ષ્મણી વિવાહ ધામધૂમ થી ઉજવવામાં આવશે.જેની તડામાર તૈયારી માટે આજે આંબાપાડા આહવા ખાતે સભા યોજવામાં આવી હતી.

Next Story