Connect Gujarat
સમાચાર

૨૦૧૯ના સામાન્ય બજેટમાં મળશે ઇન્કમ ટેક્સમાં મોટી રાહત!

૨૦૧૯ના સામાન્ય બજેટમાં મળશે ઇન્કમ ટેક્સમાં મોટી રાહત!
X

૫ જુલાઈ ૨૦૧૯ના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરશે.લોકોને આ આગામી બજેટથી ઘણી બધી અપેક્ષા છે. કારણ કે આ ફરીથી મોદી સરકારના સત્તા પર આવ્યા પછી સરકારનું પ્રથમ બજેટ હશે. ઇન્ડસ્ટ્રી લિડર્સ, કોર્પોરેટ પ્રતિનિધિઓ, મધ્યમ આવક ધરાવતા જૂથો અને પગારદાર લોકોને આવકવેરા રાહત, ટેક્સ સેવિંગ છૂટમાં વધારો અને બજેટમાં અન્ય લાભો મેળવવાની આશા રાખે છે.

વર્તમાન આવકવેરા સ્લેબ અને મુક્તિની મર્યાદા વિશે વાત કરીએ તો એક વર્ષમાં ૨.૫ લાખ સુધીની કમાણી કરનાર વ્યક્તિ આવકવેરાના છૂટ માટે પાત્ર છે. બીજી બાજુ, ૨.૫ લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયાની કમાણી કરનારને ૫% કર ચૂકવવાનો રહે છે.એક અહેવાલ મુજબ આ વાતની આશા ઘણી ઓછી છે કે સરકાર સામાન્ય બજેટમાં આવકવેરાની છૂટની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દે. ઉલ્લેખનિય છે કે એક વર્ષમાં રૂપિયા પાંચ લાખ સુધીની કમાણી કરનારા લોકોને કલમ ૮૭-એ હેઠળ આવકવેરામાં સંપૂર્ણ રીતે છૂટ મળે છે.

નામ ન છાપવાની શરતે આધારભૂત સુત્રો પાસે આવેલ જાણકારી મુજબ સરકારે નવા ટેક્સ સેવિંગ ઉપાય ઓફર કરવા, ઇન્કમ ટેક્સના વિવિધ સેક્શન્સ હેઠળ ટેક્સ બ્રેકમાં વધારો જેવી ઓફર આપવાની શક્યતાઓ છે. ત્યારે ૧૦ લાખ અને તેથી વધુ કમાણી કરનારા લોકો પરના કરમાં કોઈ ફેરફાર થાય તેવી આશા ખૂબ ઓછી છે.

Next Story