Connect Gujarat
ગુજરાત

૨૪ કેરેટનો ડાયમન્ડ ‘મૂન ઓફ બરોડા’ હોંગકોંગમાં રૂપિયા ૭.૯૩ કરોડમાં વેચાયો

૨૪ કેરેટનો ડાયમન્ડ ‘મૂન ઓફ બરોડા’ હોંગકોંગમાં રૂપિયા ૭.૯૩ કરોડમાં વેચાયો
X

હોંગકોંગ ખાતે તાજેતરમાં થયેલા એક ઓક્શનમાં વડોદરાના ગાયકવાડ પરિવાર સાથે સંકળાયેલો ૨૪ કેરેટનો ડાયમન્ડ મૂન ઓફ બરોડા રૂ. ૭.૯૩ કરોડમાં વેંચાયો છે. મૂન ઓફ બરોડા પહેલા મહારાણી ચીમનાબાઇ પાસે હતો. ત્યારબાદ હોલીવુડની એક્ટ્રેસ મેરલીન મનરોએ એક ફિલ્મના પ્રમોશન દરમિયાન તે ડાયમન્ટ ઉપયોગમાં લીધો હતો.

૧૮મી સદીમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના પત્ની ચીમનાબાઇ મહારાણી હતા. તે સમયે તેઓ વિશ્વમાંથી મોંઘાદાટ જવેરાત ખરીદતા હતા. પરંતુ તેની માટે વડોદરાના રાજઘરાનાના સોનીઓની સલાહ જરૂરથી લેતા હતા. તે સમયે ચિમનાબાઇએ લીધેલો ૨૪.૦૪ કેરેટનો યેલો ડાઇમન્ડ મૂન ઓફ બરોડા હાલમાં ફરી ચર્ચામાં આવ્યો છે.

હોંગકોંગ ખાતે કિસ્ટ્રીસ ઓક્શન ખાતે ગત સપ્તાહમાં તેનું ઓક્શન યોજાયું હતું. જેમાં મૂન ઓફ ડાયમન્ડને એક મિલિયન યુરો એટલે કે અંદાજે રૂ. ૭.૯૩ કરોડમાં વેંચવામાં આવ્યો છે. હિરાનો ઇતિહાસ કંઇક આવો હતો. ગાયકવાડ પરિવાર બાદ ૧૯૨૬માં પ્રીન્સ રામચંદ્રા દ્વારા અમેરીકા લાવવામાં આવ્યો હતો.

૧૯૪૩માં લોસ એન્સેલીસ ખાતે આયોજીત ઇસ્ટર ફેશન ફેસ્ટીવલમાં જોવા મળ્યો હતો. કેટલાક માલીકો બાદ છેલ્લે મૂન ઓફ ડાયમન્ડની મેયર જ્વેલરી કંપનીના માલીક મેયર રોસનબર્નએ ૧૯૫૦માં ખરીદયો હતો. મેયર જ્વેલરી કંપની મીશીગન ખાતેની સૌથી મોટી જ્વેલરી કંપની હતી. ૧૯૫૩માં મૂન ઓફ ડાયમન્ડ હોલીવુડની એક્ટ્રેસ મેરલીન મનરોએ તેની ફિલ્મના પ્રમોશન વખતે ઉપયોગમાં લીધો હતો.

Next Story