Connect Gujarat
ગુજરાત

1લી ડિસેમ્બરથી મુલદ ટોલ પ્લાઝા ખાતે હવે ભરૂચ જિલ્લાનાં લોકોને પણ ટેક્સમાંથી નહીં મળે મુક્તિ

1લી ડિસેમ્બરથી મુલદ ટોલ પ્લાઝા ખાતે હવે ભરૂચ જિલ્લાનાં લોકોને પણ ટેક્સમાંથી નહીં મળે મુક્તિ
X

કોંગ્રેસ: ટેક્સ વસુલાશે તો આંદોલન કરાશે

કેન્દ્ર

સરકાર દ્વારા દેશભરમાં હાઈવેનાં ટોલનાકા ખાતે 1 ડિસેમ્બરથી ફાસ્ટટેગ પેમેન્ટ

ફરજિયાત કરવામાં આવ્યું છે. ભરૂચમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર મુલદ ટોલપ્લાઝા

ખાતે બંન્ને તરફ એક-એક લેન સિવાય તમામ બુથ પર ફાસ્ટટેગ સિસ્ટમ લાગુ રહેશે. જે

વાહનધારકો પાસે ફાસ્ટ ટેગ નહીં હોય તેમને બમણો ટોલ ચૂકવવો પડશે.

પરંતુ

હાલ ભરૂચ જિલ્લાના વાહન ચાલકોને મુલદ પાસે ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે. જે હવે ફાસ્ટેગ

લાગવાથી ફરજિયાત ટેક્સ લાગુ થતાં જ ભરવો પડશે. ત્યારે આગામી 1લી ડિસેમ્બરથી ભરૂચ

જિલ્લાના તમામ વાહનચાલકોને મુલદ ટોલ પ્લાઝા પર ટેક્સ ચુકવવો પડશે.

જોકે

કોંગ્રેસે તો ટેક્સ વસુલાશે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી દીધી છે. ભરૂચ જિલ્લામાંથી

પસાર થતા નેશનલ હાઈવે ઉપર મુલદ ખાતે આવેલા ટોલ પ્લાઝા ખાતે રોજનાં 30થી 35 હજાર

વાહનો દિવસ દરમિયાન પસાર થઈ રહ્યાં છે. બોટલ લેક ટાઈપનો નદી કિનારે આવેલો ટોલ

પ્લાઝા હોવાથી વાહનોની લાંબી કતારો લાગતી હતી. પરંતુ તમામ વાહનચાલકોને ફાસ્ટેગ

સિસ્ટમ અંતર્ગત સાંકળી લેવાથી વાહનોની કતારોમાંથી મુક્તિ મળશે તેવું ટોલ

સંચાલકોનું કહેવું છે. માત્ર એટલું જ નહીં પરંતુ હવા પ્રદૂષણ, ડિઝલની બચત સહિત તમામ

વાહનચાલકોનો સમય બચાવી શકાશે તેવો દાવો ટોલ સંચાલકો કરી રહ્યા છે.

ભરૂચ

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાનાં વાહનચાલકો

માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડશે. જો જિલ્લાવાસીઓને ટોલમાંથી મુક્તિ નહીં મળે

તો આગામી સમયમાં આંદોલન છેડવામાં આવશે. તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થાય તો

કાયદાકીય પ્રક્રિયા થકી લડી લેવા પણ અમે તૈયાર રહીશું. ટોલ મુક્તિ નહીં આપી શકે તો

સ્થાનિક લોકો માટે સર્વિસ રોડની સુવિધા આપવી જોઈએ.

તો

બીજી તરફ ટોલ મુદ્દે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું કે,હાઈવે ઓથોરિટી સાથે ચર્ચા બાદ જ કંઈક કહી શકાય.આમ તો અગાઉ બંધાં જ

જિલ્લાઓમાં સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવતી હતી. પરંતુ હવે આ

ટેક્નિકલ બાબાત છે એટલે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે વાત કરીએ તોજ આ બાબતની સાચી

માહિતી મેળવી શકાશે.

Next Story