10માં ધોરણમાં ભણતા વિધાર્થીએ કરી આત્મહત્યા

વડોદરાના શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીએ ગુરુવારે શાળામાંથી પરત ફર્યા બાદ તેના ઘરે આત્મહત્યા કરી હતી.
17 વર્ષનો આ સગીર વિદ્યાર્થી તેની માતા અને બે ભાઈઓ સાથે સરકારી પ્રેસ નજીક કોઠી વિસ્તારમાં રહેતો હતો. તેના પિતા હરિસિંહ પરમાર મધ્યપ્રદેશમાં રહે છે અને ત્યાંજ કામ કરે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ છોકરો 1 વાગ્યે શાળાએ થી પરત ફર્યો હતો. તેની માતા અને ભાઈઓ કામ પર ગયા હતા. લગભગ 2 વાગ્યાની આસપાસ તેનો મોટો ભાઈ રાજકુમાર જમવા માટે ઘરે આવ્યો હતો. ત્યાર પછી તે ઘરમાં એકલો હોવાથી તેણે તેની માતાની સાડીને હુકથી બાંધી ફાસો ખાઈ લીધો હતો.
સાંજે તેની માતા રેખાબેન પરમાર કામ પરથી પરત આવ્યા ત્યારે તેમના પુત્રનું મૃત શરીર જોઈને સ્તબ્ધ થઇ ગયા હતા અને તરત જ તેના પુત્રો અને અન્ય સંબંધીઓને આ વિશેની જાણ કરી હતી.
તેના પરિવારજનો તેના આવા આઘાત જનક પગલા પાછળનું કારણ જાણી શક્યા નથી, જો કે આ અંગે કેસ નોંધીને કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.