Connect Gujarat

10 નવેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

10 નવેમ્બરનું  રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat
X

મેષ : તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે

વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં

હોય. નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે. આજે તમે કોઈકનું દિલ તૂટતા

અટકાવશો. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે.

ઘણા લાંબા સમય બાદ, તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો

સમય મળશે.

વૃષભ : તમારૂં

સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે.

પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. દૂરના કોઈ સગાં તરફથી

અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. આંખો કદી જૂઠું બોલતી નથી

અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે. ઘરમાં વિધી-હવન-મંગળ

સંસ્કાર કરાવશો. ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન

થશે- આમ છતાં, સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા.

મિથુન: તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો. તમને આકર્ષક

જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું

ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારા શોખ પોષવા તથા તમારા

પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો. તમારા

પ્રિયપાત્રની બાહોંમાં તમને આરામ મળશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે

જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ

દેખાડે એવી શક્યતા છે.

કર્ક : વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને વળાંક પર.

અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરે શકે છે. આજે તમારી સમક્ષ આવતી

મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને

નિર્ણય લેવા તૈયાર કરો. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ

તમારાથી અત્યંત નારાજ થશે. મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે. અપાર

રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. બહુ સારૂં ન કહેવાય

એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે.

સિંહ : તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો

લાવશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક

યોજનાઓમાં રોકાણ કરો. પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે. તમારા

મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ

કરવાની શૈલી બદલો અને પહેલ કરો. તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ

કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ

સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. જેઓ કહે છે કે લગ્ન એટલે

માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે

કે ખરો પ્રેમ એટલે શું.

કન્યા: વણજોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે. તમારી

જાતને શારરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું

કારખાનું છે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. ઘરના બાકી

રહેલા કાર્યો તમારો સમય લેશે. તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી

શક્યતા છે. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. બધા જ

ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે

જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

તુલા : તમે નવરાશની લહેજત માણવાના છો. આર્થિક મુશ્કેલીઓનો

અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે.

જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે.

પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ

થવાના અનેક કારણો આપશે. તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો.

વૃશ્ચિક : એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે

અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. આજે તમે

તમારા પરિવારમાં શાંતિદૂતનું કામ કરશો. પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા દરેકની

સમસ્યાઓને સાંભળો. તમે જો િમત્રો સાથે સાંજ બહાર જશો તો ઈન્સ્ટન્ટ રૉમાન્સ તમારી

તરફ આવી શકે છે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ

આકાર નહીં લે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ

આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

ધન :તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ

તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી

વળશે. તમારા પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવી મુકે એવી શક્યતા છે. તમારી હિંમત

પ્રેમ અપાવશે. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય

માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ

હશે.

મકર : વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. તમારૂં

અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને

એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો.

તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. રોમાન્સ રોમાંચક હશે-આથી તમે જેને પ્રેમ કરો છો

એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે

જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા લગ્નજીવનમાં

આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

કુંભ : તમારી સાચી ક્ષમતાને જાણો કેમ કે તમે દૃઢતામાં નહીં

પણ ઈચ્છાશક્તિમાં પાછળ પડો છો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી

ક્ષમતાને હાનિ પહોંચાડશે. નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ. આ સાહસને

સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો. શું કરવું એ બાબતે તમે જો સરમુખ્યત્યાર

જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી-પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે. આજે તમે

નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક

ગણો વધારે લાભ અપાવશે. આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં

પૂછો, તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે.

મીન : આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય

કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. પારિવારિક રહસ્યના

સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. વ્યપાર

માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. દિવસ દરમિયાન ભારે

બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો.

Next Story