Connect Gujarat
દેશ

દીલ્હી : નિગમબોઘ ઘાટ પર પંચતત્વમાં વિલીન થયા પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી

દીલ્હી : નિગમબોઘ ઘાટ પર પંચતત્વમાં વિલીન થયા પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી
X

પૂર્વ નાણામંત્રી અને ભાજપ નેતા અરુણ જેટલીનું લાંબી માંદગી બાદ દિલ્હીના એમ્સમાં ગત રોજ શનિવારના નિધન થયું હતું.

આજે સવારે તેમના નશ્વર દેહને ભાજપ મુખ્યાલય ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યું હતું. જેટલીના નિધન બાદ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિત કેન્દ્રિય મંત્રી, રાજનેતાઓ અને વિપક્ષી નેતાઓ દ્વારા દુખ વ્યક્ત કરી શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી. 18 વર્ષ સુધી ગુજરાતનું રાજ્યસભા માં પ્રતિનિધિત્વ કરનારા અને મોદી અને અમિત શાહના નજીકના ગણાતા જેટલીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્મરણ સાથે શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

દીલ્હી ખાતે આવેલાં ભાજપ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રવિશંકર પ્રસાદ સહિત કેટલાંય કેન્દ્રીય મંત્રી અને સાંસદ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ પહેલા જેટલીના ઘરે શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, લાલકૃષ્ણ આડવાણી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મિલિંદ દેવડા, જેપી નડ્ડા, રામવિલાસ પાસવાન, ચિરાગ પાસવાન, પ્રકાશ જાવડેકર, અરવિંદ કેજરીવાલ, યોગી આદિત્યનાથ, નવીન પટનાયક, જયોતિરાદિત્ય સિંઘિયા, વિજેન્દ્ર ગુપ્તા, શાજિયા ઈલ્મી, શાહનવાઝ હુસેન, મનોજ તિવારી, ગૌતમ ગંભીર, એસ જયશંકર, ડો.હર્ષવર્ધન સહિત ઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

ભાજપ મુખ્યાલય પર દર્શન બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે નિગમબોધ ઘાટ ખાતે લવાયો હતો. જ્યાં પરિવાર સહિત દિગ્ગજ નેતાઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજકીય સમ્માન સાથે અરુણ જેટલીના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી વિદેશ યાત્રા પર હોવાથી તેઓ અંતિમ દર્શન તેમજ અંતિમ વિધિમાં જોડાઈ શક્ય ન હતા.

Next Story