Connect Gujarat
Featured

ચેન્નાઇમાં 118 સ્વદેશ નિર્મિત ટેન્ક દેશની સેનાને પ્રધાનમંત્રી મોદીએ કરી અર્પણ, DRDOએ બનાવી છે ટેન્ક

ચેન્નાઇમાં 118 સ્વદેશ નિર્મિત ટેન્ક દેશની સેનાને પ્રધાનમંત્રી મોદીએ કરી અર્પણ, DRDOએ બનાવી છે ટેન્ક
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ચેન્નાઇના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે સ્વદેશી અર્જુન મેઈન બેટલ ટેન્ક (એમકે -1 એ) આર્મીને સોંપી હતી.આ પ્રસંગે આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની ઘોષણા કરી શકે છે. આ સમારોહમાં વડા પ્રધાને આ અત્યાધુનિક ટેન્કની સલામી પણ સ્વીકારી હતી.

ડિફેન્સ વ્હીકલ્સ ડેવલપમેન્ટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા ઉત્પાદિત આ અત્યાધુનિક ટેન્કની ડિઝાઇન, દેશમાં જ તૈયાર કરવામાં આવી છે અને વિકસિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 15 શૈક્ષણિક સંસ્થાઓ, આઠ પ્રયોગશાળાઓ અને અનેક સૂક્ષ્મ અને નાના પાયે ઉદ્યોગ સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ 118 ટેન્કમાંથી બે રેજિમેન્ટ બનાવવામાં આવશે. DRDO લાંબા સમયથી અર્જુન માર્ક 1 એ ટેન્ક પર કામ કરી રહી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને DRDO ચીફ ડો. જી. સતિષ રેડ્ડી વચ્ચે સેના માટે સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓ બનાવવા માટે ચર્ચા થઈ હતી. અર્જુન ટેન્ક DRDO ના કોમ્બેટ વ્હીકલ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટમાં બનાવવામાં આવી છે. DRDO ચીફ સતીષ રેડ્ડી પીએમ મોદીને પ્રથમ ટેન્ક ભેટ કરશે.

Next Story