Connect Gujarat

12 જૂનનું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

12 જૂનનું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) : વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. દિવસના ઉત્તરાર્ધ માટે કશુંક ઉત્તેજનાસભર અને મનોરંજક વિચારી રાખો. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. સમર્પિત વ્યાવસાયિકો માટે બઢતી અને નાણાકીય લાભો. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજે જીવન ખરેખર અદભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશુંક ખાસ આયોજન કર્યું છે.

વૃષભ (બ,વ,ઉ) - ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પ્રિયપાત્ર સાથે કૅન્ડલ લાઈટમાં ભોજન શૅર કરશો. કામના સ્થળે તમારે મહત્વનો નિર્ણય લેવો પડે એવી શક્યતા છે. સમયસરનું તથા ઝડપી પગલું તમને અન્યોથી આગળ રાખશે. કેટલાક ઉપયોગી સૂચનો મેળવવા માટે તમારે તમારા હાથ નીચે કામ કરતા લોકોને સાંભળવા રહ્યા. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે.

મિથુન (ક,છ,ઘ) – તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. સંબંધીઓ તમારી તરફ મદદનો હાથ લંબાવવા ઈચ્છુક હશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. નોકરીમાં પરિવર્તન તમને માનસિક સંતોષ આપશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે.

કર્ક (ડ,હ)- તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારૂં ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે-તથા અરાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે. તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો. રૉમેન્ટિક પગલાં કામ નહીં આવે. કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારૂં બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમે જો તમારી જીવનસંગિનીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિંયત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે.

સિંહ : - તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો. બીમારી તરફથી તમારૂં ધ્યાન અન્યત્ર દોરવા તમારી જાતને કોઈક કામમાં પરોવો કેમ કે તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાતો કરશો એટલી જ તે વધુ વકરશે. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શૅર કરતા નહીં. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો.

કન્યા (પ,ઠ,ણ) – તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે, પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનાસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે, અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે.

તુલા (ર,ત) – તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો, આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે. હા, તમે જ એ નસીબવંત છો. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. આજે તમારા જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાએ હશે.

વૃશ્વિક (ન,ય) - તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમે ઉજવણીના મૂડમાં હશો તથા પરિવારના સભ્યો તથા મિત્રો પાછળ નાણાં ખર્ચવા તમને ગમશે. આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો. કેટલાક માટે વ્યાવસાયિક ચડતી. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – વધુ પડતી ચિંતા તથા તાણ હાઈપર-ટૅન્શનનું કારણ બની શકે છે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. તમારૂં મોહિત કરનારો સ્વભાવ તથા ખુશનુમા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં તથા તથા સંપર્કો વધુ ગાઢ બનાવવામાં તમારી મદદ કરશે. રૉમાન્સ માટે ઉત્સાહજનક દિવસ-સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રૉમેન્ટિક બનાવો. કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો.

મકર (ખ,જ) – વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય.

કુંભ (,શ,સ,ષ)- સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. આજે તમે જે લૅક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે.

મીન (દ,ઝ,ચ,થ) તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેણમાં જશે. પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે. તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ. યાદ રાખો દરેક જણ ભૂલ કરે છે, પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. સામાન્ય લગ્નજીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે.

Next Story