Connect Gujarat
દેશ

12 વર્ષથી નાની વયના બાળકો સાથેના દુષ્કર્મ કેસમાં અત્યાર સુધીમાં માત્ર આજીવન કેદ અને સાત વર્ષની સજાની જોગવાઈ હતી

12 વર્ષથી નાની વયના બાળકો સાથેના દુષ્કર્મ કેસમાં અત્યાર સુધીમાં માત્ર આજીવન કેદ અને સાત વર્ષની સજાની જોગવાઈ હતી
X

દેશભરમાં દુષ્કર્મના કેસો મોટા પ્રમાણમાં સપાટી ઉપર આવી રહ્યા છે. તેવા સંજોગોમાં આરોપીઓ ઘણી વખત નિર્દોષ છૂટી જતા હોવાની તેમજ આવા કેસમાં સજાની હળવી જોગવાઈઓને કારણે ગુનાખોરીને છુટ્ટો દોર મળતો હતો. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સુધારા કરવા વિચારણા કરવામાં આવી રહી હતી. ત્યારે આજે મળેલી કેબિનેટની હબેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે જમ્મુના કઠુઆ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સગીર બાળકી સાથે થયેલી રેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

કેન્દ્રીય કેબિનેટે સગીર સાથે થતા રેપના કેસમાં આરોપીને ફાંસીની સજાની જોગવાઈના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. શનિવારે કેબિનેટની બેઠકમાં 'પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ' એટલે કે પોક્સો એક્ટમાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. કબિનેટમાં આ સંશોધનને મંજૂરી આપવામાં આવી છે. સંશોધન પછી નવા કાયદા પ્રમાણે 12 વર્ષની ઉંમર સુધીના બાળકોના રેપના દોષિતોને મોતની સજા આપી શકાશે. અત્યારે પોક્સો એક્ટ અંતર્ગત વધુમાં વધુ આજીવન કેદ અને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા આપવામાં આવે છે.

બીજી જોગવાઈ એસસી-એસટી એક્ટમાં સુધારાની જોગવાઈ માટેની છે. જેમાં અધ્યાદેશ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. તેમાં એસસી-એસટી એક્ટને જૂના સ્વરૂપે લાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે હાલના કાયદામાં ફેરફાર કરીને તેમાં આરોપીને જેલમાં મોકલતા પહેલાં અમુક શરતો લગાવી છે. જેના પગલે સમગ્ર દેશમાં દલિત આંદોલન પણ થયું હતું. કાયદા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુંસાર, આ પ્રમાણેના વિવાદોનો ઉકેલ લાવવા માટે આજે આવો એક અધ્યાદેશ રજૂ થાય તે જરૂરી છે. આ સંશોધન બિલ માટે હવે ચોમાસુ સત્ર જુલાઈમાં શરૂ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

Next Story