Connect Gujarat

12 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

12 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) : તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતાં ઓછા ઊર્જાવાન મહેસૂસ કરશો-વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા-થોડોક આરામ કરો તથા તમારી એપોઈન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

વૃષભ (બ,વ,ઉ) : તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે. તમારો ખાસ મિત્ર તમારા આંસું લૂંછશે. હકારાત્મક દૃષ્ટિકોણ વાંછિત સફળતા અપાવશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજનો દિવસ પાગલ કરી મુકે એવો છે, તમરા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો.

મિથુન (ક,છ,ઘ) : શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો. આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે.

કર્ક (ડ,હ) : તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માટે આજે લાભ થશે. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો.

સિંહ : અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે. તમારી રમૂજવૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મુકવા માટે સારો દિવસ. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારા લગ્નજીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે.

કન્યા (પ,ઠ,ણ) – રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. તમારા માતા-પિતાને હળવાશથી લેતા નહીં. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. લગ્નની બાબતમાં તમારૂં જીવન આજે ખરેખર અદભુત જણાય છે.

તુલા (ર,ત) : તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. ઘરના બાકી રહેલા કામ આટાપવા માટે તમારા જીવનસાથી સાથે વ્યવસ્થા કરો. તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે. આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે-કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે.

વૃશ્વિક (ન,ય) : લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારા જીવનસાથીની તબિયત ચિંતા કરાવી શકે છે. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. તમારા એક સારા કામને કારણે, કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે. આથી, ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં.

ધન (ભ,ફ,ધ,ઢ) : તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે.

મકર (ખ,જ) : તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો. રૉમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબું નહીં ટકે. ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ. સૌને લાભ થવાની શક્યતા છે. પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે.

કુંભ (,શ,સ,ષ) : ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. તમારા પરિવારના સભ્યોની જરૂરીયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથિમકતા હોવી જોઈએ. રૉમાન્સ માટે ઉત્સાહજનક દિવસ-સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રૉમેન્ટિક બનાવો. નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગવર્વને આવવા ન દેતા-તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે, આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે.

મીન (દ,ઝ,ચ,થ) : તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારૂં કરી રહ્યા છો. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે.

Next Story