Connect Gujarat

13 ઓગષ્ટ નું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

13 ઓગષ્ટ નું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) : સ્વાસ્થ્ય સારૂં રહેશે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. ઑફિસમાં આજે તમારા અભિગમ તથા કામની ગુણવત્તામાં સુધારાનો અનુભવ તમે કરશો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે તમને કોઈ અદભુત સરપ્રાઈઝ આપશે.

વૃષભ (બ,વ,ઉ) : તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઊભું કરો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. પરિવાર સાથેના જોડાણ અને બંધનને તાજાં કરવાનો દિવસ. તમારા પ્રિયપાત્ર સાથે સમજદારી. આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતા-પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે.

મિથુન (ક,છ,ઘ) : સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે. કેમ કે તમે તમારા પ્રયાસમાં સફળ થવાના છો. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મુકશે. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.

કર્ક (ડ,હ) : તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે. સમજદારીપૂર્વક રોકાણ કરો. મિત્રો અને અપિચિતોથી એકસરખા ચેતતા રહેજો. તમારે તમારા સાથી પર ઈમોશનલ બ્લૅકમૅલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કામના સ્થળે આજનો દિવસ તમારો હોય એવું જણાય છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે.

સિંહ : આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે, કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે.

કન્યા (પ,ઠ,ણ) : ઉચ્ચ કૅલૅરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. દિવસના ઉત્તરાર્ધમાં તમને આરામ કરવાનું અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું ગમશે. તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કેમ કે આજે તમારૂં પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. લગ્નજીવન કેટલી આડઅસરો સાથે આવે છે, તમે તેમાંની કેટલીક આજે અનુભવશો.

તુલા (ર,ત) : તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. મોટી વયની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે. તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદોસ થઈ શકે છે-તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે.

વૃશ્વિક (ન,ય) : વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજનો દિવસ પાગલ કરી મુકે એવો છે, તમરા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો.

ધન (ભ,ફ,ધ,ઢ) : બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો. શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો, એ તમને માનસિક દૃઢતા બક્ષશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. આજે તમને લાભ થશે-કેમ કે પરિવારના સભ્યો તમને હકારાત્મક રીતે પ્રતિસાદ આપશે. તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે. આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો. નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગવર્વને આવવા ન દેતા-તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો. તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં. આજે તમારૂં લગ્નજીવન સુંદર વળાંક લેશે.

મકર (ખ,જ) : તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે છે-જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે. ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો. તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે.

કુંભ (,શ,સ,ષ) : તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ-વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે.

મીન (દ,ઝ,ચ,થ) : લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. મિત્રોનો સાથ રાહત આપશે. તમારી માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે, બધું જ ગુલાબી દેખાશે. કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. પ્રેમ અને સારૂં ભોજન લગ્નજીવનના પાયા છે, અને અઆજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે.

Next Story