Connect Gujarat

15 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

15 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) : હાલની ઘટનાઓને કારણે તમારૂં મગજ ખલેલ પામ્‍યું છે. આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. ઘરમાં કોઈક વિધી અથવા મંગળ સંસ્કાર થવા જોઈએ. રૉમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. લગ્નજીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે. કશુંક ઉત્સાહજનક સોધી કાઢો.

વૃષભ (બ,વ,ઉ) : તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મુકશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે.

મિથુન (ક,છ,ઘ) : બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે.

કર્ક (ડ,હ) : તબિયતના મોરચે છોડીક દરકારની જરૂર છે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. તમારી અપેક્ષા કરતાં મિત્રો વધુ સહકાર આપશે. લાંબા સમયથી તમને ઝકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે-લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

સિંહ : પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે.પણ હિંમત હારતા નહીં. ઐશ્વર્ય મનને લાડ લડાવે છે જ્યારે અછત તેને મજબૂત બનાવે છે. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. રૉમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

કન્યા (પ,ઠ,ણ) – ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે-એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને-તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો. આજે કોઈની છેડતી કરશો નહીં. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો.

તુલા (ર,ત) : ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે- આમ છતાં, સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા.

વૃશ્વિક (ન,ય) : બ્લ્ડ પ્રૅશરના દરદીઓ લોહીનું દબાણ ઘટાડવા રૅડ વાઈનની મદદ લઈ શકે છે અને કૉલૅસ્ટ્રૉલનું પ્રમાણ નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. ગ્રુપને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવાથી તમે નવા મિત્રો બનાવશો. આજે તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારા પ્રેમી-પ્રેમિકા આગાહી ન કરી યસક્યા એવા મૂડમાં હશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે.

ધન (ભ,ફ,ધ,ઢ) : શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. દૂરનાં કોઈ સગાં તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

મકર (ખ,જ) : આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળ મૂડમાં-તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. તમારી હિંમત પ્રેમ અપાવશે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે.

કુંભ (,શ,સ,ષ) : તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે.પમ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી- કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. આજે કોઈક તમારા વખાણ કરશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો.

મીન (દ,ઝ,ચ,થ) : આજે તમને ઘેરી વળનાર લાગણીશીલ મૂડમાંથી તમારે બહાર આવવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે ભૂતકાળને ભૂલવો પડશે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમે તમારા લગ્નજીવનમાં પ્રેમયાચના, એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો.

Next Story