Connect Gujarat
ગુજરાત

16મી માર્ચે રિલીઝ થનાર ગુજરાતી ચલચિત્ર રતનપોરના કલાકારો ભરૂચના મહેમાન બન્યા.

16મી માર્ચે રિલીઝ થનાર ગુજરાતી ચલચિત્ર રતનપોરના કલાકારો ભરૂચના મહેમાન બન્યા.
X

ભરૂચના જ સ્થાનિક એમ.એસ.જોલી અને યોગેશ પારીકની પ્રોડકશન કંપની પ્રોલાઈફ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ કરાયેલ ગુજરાતી ફિલ્મ "રતનપોર"ના પ્રમોશન અર્થે ફિલ્મમાં પોલીસ ઓફિસરનો રોલ ભજવનાર અભિનેતા તુષાર સાધુ અને અભિનેત્રી પ્રિયંકા તિવારી એ ભરૂચ ખાતે મીડિયા ની મુલાકાત લઇ ફિલ્મ પ્રત્યે પોતાના અનુભવો જણાવ્યા હતા. પોલીસ અધિકારીના સત્યજીવન પર આધારિત અ ફિલ્મ રિલીઝ માટે તેઓ ઉત્સુક છે.

ભરૂચમાં રતનપોરની ટીમે સ્થાનિક મીડિયા હોઉસની મુલાકાત લઈ પત્રકારો સાથે રૂબરૂ વાત કરી હતી ત્યારબાદ તેમને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંઘ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે યુ.કે યુ.એસ.સહીત વિદેશભર માં ડંકો વગાડતા ભરૂચવાસીઓ પેકી ફિલ્મ નિર્માતા એમ એસ જોલી અને યોગેશ પારીક ઢોલિવૂડ માં પદાર્પણ કરી ભરૂચનું ગૌરવ વધાર્યું છે ..આગામી દિવસો માં તેઓ હિન્દી ફિલ્મો ના નિર્માણમાં ઝંપલાવે તેમ એક મુલાકાત માં જાણવા મળ્યું હતું..નોંધનીય છે કે આઈ પી એસ ઓફિસર ના જીવનની વાસ્તવિકતા ઉપર આધારિત રતનપોર ફિલ્મ આગામી ૧૬ મી માર્ચે રિલીઝ થઇ રહ્યું છે ત્યારે લોકો તેના માટે ખુબ ઉત્સાહિત જણાઈ રહ્યા છે તેમ કલાકારોએ વાતચીતમાં જણાવ્યુ હતુ.

Next Story