Connect Gujarat

17 મેનું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

17 મેનું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) : કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. હંમેશાં તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશુંક ચોક્કસ જ ગુમાવો છો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે-આ એકલવાયા વિશ્વમાં મને એકલો-એકલી ન મુકતા. બિઝનેસમેન્સ માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

વૃષભ (બ,વ,ઉ) - અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. પત્ની સાથે ઝઘડો માનસિત તાણ ભણી દોરી જઈ શકે છે. બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી. આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજે તમને તમારી જીવનસંગિની સાથે વીતાવવા માટે પૂરતો સંમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

મિથુન (ક,છ,ઘ) – મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધોને બગાડી શકે તેવા મુદ્દાને ઉખેડવાથી દૂર રહેવું જ તમારી માટે શ્રેષ્ઠ છે. એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે-આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથી દ્વારા આપવામા આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે.

કર્ક (ડ,હ)- આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારૂં આગળ વધવું નિશ્ચિત છે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. તમને લાભ થવાની શક્યતા છે- જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે.

સિંહ : - તમારી સાચી ક્ષમતાને જાણો કેમ કે તમે દૃઢતામાં નહીં પણ ઈચ્છાશક્તિમાં પાછળ પડો છો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે. આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

કન્યા (પ,ઠ,ણ) – અપાર ઊર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજાં કરવાનો દિવસ. આકાશ તમને વધુ તેજસ્વી લાગશે, ફૂલો વધુ રંગીન જણાશે, તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે, કેમ કે તમે પ્રેમમાં છો. દિવાસ્વપ્નો જોવાથી તમારી પડતી થશે-તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સાંજ માણશો.

તુલા (ર,ત) – ગરદન -કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો પુરવાર થશે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને-તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો. પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે. નોકરો,સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે.

વૃશ્વિક (ન,ય) - તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. પરિવારના સભ્યોની માગ ખૂબ વધારે હશે. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – જીવન તરફ ઉદાર અભિગમ કેળવો. તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. લોકો તમને નવી આશાઓ તથા સપનાં આપશે-પણ તમારા પોતાના પ્રયત્નો પર ઘણું બધું અવલંબશે. તમારૂં ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટૅન્શન આપશે. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયો-ડૅટા મોકલવા માટે સારો દિવસ. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા લગ્નજીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે.

મકર (ખ,જ) – એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારા એકધારા સમયપત્રકમાંથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે. રૉમાન્સમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેટ-સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો - તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય અ જરૂરી છે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે.

કુંભ (,શ,સ,ષ)- તમારૂં ઝઘડાખોર વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે. કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમારા અનિશ્ચિત વર્તન છતાં જીવનસાથી સહકાર આપશે. સૅક્સ અપીલ વાંછિત ફળ આપશે. કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેણમાં જશે. પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે. તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ. યાદ રાખો દરેક જણ ભૂલ કરે છે, પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકો ને મળી શકશો. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય.

મીન (દ,ઝ,ચ,થ) તમારા જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. આજે રૉમાન્સની આશા નથી. આજે તમે કેન્દ્રસ્થાન રહેશો-અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. તમારા જીવનાસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે, અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે.

Next Story