Connect Gujarat

18મી એશિયન ગેમ્સમાં ગોળાફેંક બાદ ભાલાફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ

18મી એશિયન ગેમ્સમાં ગોળાફેંક બાદ ભાલાફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ
X

એશિયન ગેમ્સમાં સોમવારની સાંજ ભારત માટે શુકનિયાળ નીવડી છે. ગોળાફેંક બાદ ભારતે ભાલાફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભારતનો ત્રિરંગો લઈને ભારતીય ટીમની આગેવાની કરનાર નીરજ ચોપરાએ સોમવારે સાંજે ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

8મી એશિયન ગેમ્સ શરૂ થઈ એ પહેલાથી જ નીરજ ચોપડા પર સૌ કોઇની આશા બંધાઇ રહી હતી. નીરજે અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતને મેડલ અપાવ્યા છે. જોકે નીરજ 2018માં પહેલીવાર એશિયાડ રમી રહ્યો છે. કોઈપણ ભારતીય ભાલા ફેંકમાં ક્યારેય ગોલ્ડ મેડલ જીત્યો નથી.

એશિયન ગેમ્સમાં સોમવાર ભારત માટે એટલા માટે પણ ઐતિહાસિક છે કારણ કે બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ બેડમિન્ટનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. નીરજે ગોલ્ડ જીતતાં સોશિયલ મીડિયા પર નીરજને અભિનંદ આપવા માટે રાષ્ટ્રપતિ, વડાપ્રધાનથી લઈને તમામના ટ્વિટર હેન્ડલ ધણધણી ઉઠ્યા છે.

Next Story
Share it