Connect Gujarat
Featured

દીપ પ્રાગટ્ય કાર્યક્રમથી ગુજરાતમાં અંદાજે 1800 મેગાવોટ જેટલી વીજળીની બચત થઈ

દીપ પ્રાગટ્ય કાર્યક્રમથી ગુજરાતમાં અંદાજે 1800 મેગાવોટ જેટલી વીજળીની બચત થઈ
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રવિવારે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે કોરોના વાયરસની સામે લડત ભાગરૂપે દીપ પ્રગટાવીને એકતા બતાવવા કહ્યું હતું. આ સાથે જ લોકોને ઘરની લાઈટો પણ બંધ કરવા અપીલ કરાઇ હતી. પ્રધાનમંત્રીના આ કોલને ગુજરાતમાં જબરો પ્રતિસાદ સાંપડ્યો હતો. ગુજરાત સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ સમય દરમિયાન પાવરની લોડ 1800 મેગાવોટ જેટલો નીચો આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગરમી શરૂ થઈ છે અને રાત્રીના 9 વાગ્યે વીજ માગ વધતી હોય છે. એપ્રિલમાં આ દિવસોમાં સામાન્ય સંજોગોમાં ડિમાન્ડ 8600 મેગાવોટ જેટલી રહેતી હોય છે. તેની સામે આ રવિવારે ડિમાન્ડ રાત્રીના સમયમાં ઘટીને 6800 મેગાવોટ પર આવી હતી. દીપ પ્રાગટ્ય કાર્યક્રમથી ગુજરાતમાં અંદાજે 1800 મેગાવોટ જેટલી વીજળીની બચત થઈ.

Next Story