Connect Gujarat
દેશ

દેશમાં 24 કલાકમાં કોરોનાના 1993 નવા કેસ, દેશમાં અત્યાર સુધી 35043 કોરોના પોઝિટિવ, રિકવરી રેટ 25.37 ટકા થયો

દેશમાં 24 કલાકમાં કોરોનાના 1993 નવા કેસ, દેશમાં અત્યાર સુધી 35043 કોરોના પોઝિટિવ, રિકવરી રેટ 25.37 ટકા થયો
X

સ્વાસ્થ્ય

મંત્રાલયે જણાવ્યું કે દેશમાં ગત 24 કલાકમાં કોરોના

વાયરસના સંક્રમણના 1993 નવા કેસ સામે

આવ્યા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 35043 થઇ ગઇ છે. ગત 24 કલાકમાં દેશમાં 564 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે

દેશમાં કોરોના વાયરસના કુલ 25007 એક્ટિવ કેસ છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 8888 લોકો કોરોના

બીમારીથી ઠીક થયા છે. જ્યારે દેશમાં કોરોના બીમારીથી રિકવરીનો રેટ (સાજા થવાનો દર)

વધીને 25.37 ટકા થયો છે.

જ્યારે દેશમાં 24

કલાકમાં કોરોના વાયરસથી 72

લોકોના મોત થયા છે.

દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 1147 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં જરૂરિયાતમંદ

લોકોને માસ્ક અને સેનેટાઇઝર વહેંચવામાં આવી રહ્યા છે.

ગૃહ મંત્રાલયે

ગુરુવારે રાજ્યોને પત્ર લખ્યો છે અને ગાઇડલાઇન્સ તરફ ધ્યાન દોર્યું છે. ગૃહ

મત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ખાલી અને ભરેલા ટ્રકોને અવર-જવર માટે પાસની જરૂર નથી.

આમ એટલા માટે કરવામાં આવ્યું છે જેથી જરૂરી સામાનની આપ-લે થઇ જારી રહી શકે.

Next Story