Connect Gujarat

2 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

2 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) : આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે.

વૃષભ (બ,વ,ઉ) : કશુંક કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સાર-સંભાળ આપશે. આજે તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારા પ્રેમી-પ્રેમિકા આગાહી ન કરી યસક્યા એવા મૂડમાં હશે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. આડોશ-પાડોશમાંથી સાંભળેલી કોઈક બાબતને લઈને તમારા જીવનસાથી આજે તમારી સાથે લડી શકે છે.

મિથુન (ક,છ,ઘ) : તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. તમારા માતા-પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો.

કર્ક (ડ,હ) : વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળ મૂડમાં-તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે-કોઈપણ નિણર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

સિંહ : તમારૂં ઝડપી પગલું લાંબા સમયથી તોળાતી સમસ્યાને ઉકેલશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. એવો દિવસ જ્યારે તમારી માટે ખરાબ લાગણી ધરાવનારી વ્યક્તિ તમારી સાથેની ગેરસમજ દૂર કરવાનો તથા તમારી સાથે સમાધાન સાધવાનો પ્રયાસ કરશે. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથી સાથે આજે તમે સારો એવો ખર્ચ કરવાના છો એવું જણાય છે, જો કે ખર્ચ કરવા છતાં તમે તેની સાથે અદભુત સમય માણશો.

કન્યા (પ,ઠ,ણ) – અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે. પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વૅકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસ્સો યાદગાર બની રહેશે. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો-અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.

તુલા (ર,ત) : તમે જેમ છો તેમ જ રહેજો કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે-એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને તમારો ગુસ્સો, કેમ કે તે ક્ષણિક પાગલપનથી વિશેષ કંઈ નથી. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો. સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે. બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડે છે. કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે. કામના સ્થાળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે.

વૃશ્વિક (ન,ય) : દાંતનો દુખાવો અથવા પેટમાં ગરબડ તમારી માટે સમસ્યા સર્જી શકે છે. તરત રાહત મેળવવા માટે ફિઝિશિયનની સલાહ લો. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. તમારે તમારો ફાજલ સ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ-આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઆ બાબચની જરૂરૂ નહીં રહે. આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. તમારો દૃઢ સંકલ્પ સાકાર થશે કેમ કે તમે તમારૂં ધ્યેય સિદ્ધ કરશો. તમે સપનાં સાકાર થતાં જોશો. આ બાબતને તમારા માથા પર સવાર થવા ન દેશો તથા ઈમાનદારીપૂર્વક કામ કરવાનું જારી રાખજો. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. પ્રેમ, ચુંબન, આલિંગન અને મજા, તમારા જીવનસાથી સાથે રોમાન્યનાં આ બધાં પાસાં અનુભવવાનો દિવસ છે.

ધન (ભ,ફ,ધ,ઢ) : આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે.

મકર (ખ,જ) : તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે. તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. ઘરના દેખાવને સુધરવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો. પ્રેમ જીવન ગતિશીલ હશે. આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતા-પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો.

કુંભ (,શ,સ,ષ) : તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો.

મીન (દ,ઝ,ચ,થ) : કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશિષ વર્ષાવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કૉલ આવશે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

Next Story