Connect Gujarat
ગુજરાત

વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે દ્વારકાધીશના મંદિરે કંઈક એવું બન્યું જેને લઈ સૌ કોઈ નવાઈ પામી રહ્યા છે.

વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે દ્વારકાધીશના મંદિરે કંઈક એવું બન્યું જેને લઈ સૌ કોઈ નવાઈ પામી રહ્યા છે.
X

દ્વારકાધીશ મંદિર પર પહેલીવાર 56 ગજની 2 ધજાઓ ચડાવવામાં આવી

આ પ્રસિદ્ધ મંદિરે એકસાથે બે ધજાઓ ચડાવવામાં આવી છે. દ્વારકાધીશ મંદિરે એકસાથે બે ધજાઓ ચડાવવામાં આવી હોવાનો આ પહેલો કિસ્સો છે. દ્વારકાધીશ મંદિર પર પહેલીવાર 56 ગજની 2 ધજાઓ ચડાવવામાં આવી છે.

વાયુ વાવાઝોડાના એલર્ટના કારણે શ્રદ્ધાળુઓને દ્વારકા ન આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમજ તેમને દરિયા કિનારે પણ ન આવવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થા ન તૂટે તે માટે એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે. દ્વારકાધીશના મંદિરે 56 ગજની ધજા ચડાવવામાં આવે છે. ત્યારે વાવાઝોડાના એલર્ટ વચ્ચે મંદિરની ટોચના બદલે થોડે નીચે લાડવા ડેરા પર ધજા ચડાવવામાં આવી છે. જણાવી દઈએ કે, દ્વારકાધીશના મંદિરે દરરોજ 5 ધજા ચડાવવામાં આવે છે.

વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમ છતા 15 તારીખ સુધી વાવાઝોડાના એંધાણને પગલે તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાને કારણે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના કુલ 108 તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

Next Story