Connect Gujarat
ગુજરાત

2016ના કબડ્ડી વર્લ્ડ કપની યજમાની કરશે ગુજરાત

2016ના કબડ્ડી વર્લ્ડ કપની યજમાની કરશે ગુજરાત
X

ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન દ્વારા સોમવારે જાહેરાત કરવામાં આવી હતી કે 7 ઓક્ટોમ્બરથી શરૂ થતા 2016 કબડ્ડી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગુજરાત યજમાન રહેશે.

ગુજરાતમાં 12 દેશોની ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવશે. જેમાં અમેરિકા, કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ઇરાન, પોલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, સાઉથ કોરિયા, જાપાન અને કેનિયાનો સમાવેશ થાય છે.

આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઇન્ડરનેશનલ કબડ્ડી ફેડરેશન દ્વારા આ ટુર્નામેન્ટ ગુજરાતમાં યોજવાના નિર્ણયથી અમે પ્રસન્નતા અનુભવી રહ્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘર આંગણે યોજાનારા આ ટુર્નામેન્ટમાં ગુજરાત ઉત્સાહભેર સહકાર આપશે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક સ્પોર્ટસમાં દેશને આગળ લાવવાના ઉદ્દેશને પૂર્ણ કરવામાં સહાય કરશે.

આ અંગે IKFના પ્રમુખ જનાર્દન સિંહ ગેહલોટે જણાવ્યુ હતુ કે અમે કબડ્ડીને સ્પર્ધાત્મક બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે અને આશા છે કે 2016ના આ વર્લ્ડ કપ બાદ વૈશ્વિક ક્ષેત્રે કબડ્ડી પોતાની ઓળખ ઉભી કરવામાં સફળ થશે.

Next Story