Connect Gujarat
ગુજરાત

એસટીને આધુનિક બનાવવા મેઘા પ્રોજેક્ટ શરૂ થયા

એસટીને આધુનિક બનાવવા મેઘા પ્રોજેક્ટ શરૂ થયા
X

રેલવેની જેમ એસટી વિભાગે પણ મુસાફરોની સુખાકારી અને સરળતા માટે મેગા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. રાજ્યની એસટીને આધુનિક બનાવવાના ભાગ રૂપે પ્રથમ તબક્કામાં મહત્વના બે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. ફ્લિટ મેનેજમેન્ટ સિસ્ટમના પ્રોજેક્ટ હેઠળ મહત્વના બે પેટા પ્રોજેક્ટનો પ્રારંભ રાજ્ય પરિવહન મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થશે. જેમાં એસટી બસમાં લગાવવામાં આવેલા જીપીએસ સિસ્ટમના કંટ્રોલરૂમનું ઉદ્દઘાટન કરાશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ એસટી ટર્મિનલથી જીપીએસ ટર્મિનલ શરૂ કરાશે, ત્યાર બાદ અમદાવાદ કુલ 16 એસટી ડિવિઝન માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે. જીપીએસ સિસ્ટમનો સેન્ટ્રલ કંટ્રોલરૂમ નરોડા મધ્યસ્થ કચેરી ખાતે તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી તમામ ડિવિઝનના કંટ્રોલરૂમ પર નજર રાખી શકાશે.

Next Story