Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં સરકારી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપાયુ

ભરૂચમાં સરકારી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપાયુ
X

ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષની એક દુકાનમાં અરજ્દારો પાસે રૂપિયા લઈ રેશન કાર્ડ તેમજ આધાર કાર્ડ સહિતના સરકારી દસ્તાવેજો કાઢી આપવાનું કૌભાંડ ચાલતું હતું। સુરતના વરાછા વિસ્તારમાં રહેતો મુકેશ છેલ્લા ચાર મહિના થી આ કામગીરી કરતો હતો તે લોકોને રૂપિયા 1500 માં રેશનકાર્ડ રૂપિયા 300 થી 400 માં આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ અને ચુંટણી કાર્ડ આપતો હતો આ અંગેની જાણ ભરૂચ જીલ્લા પંચાયતના સભ્ય શૈલા બહેન પટેલને થતા તેઓએ મામલતદારને જાણ કરી હતી મામલતદાર એન આર પ્રજાપતિની ટીમે ઘટના સ્થળે પહોચી ચકાસણી કરતા કૌભાંડ બહાર આવ્યું હતું, મામલતદાર દ્વારા કામકાજ બંધ કરાવી દુકાનના સંચાલકનો જવાબ લેવામાં આવ્યો હતો અને દુકાનને શીલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતીbharuch 2

અત્રે ઉલ્લેખનીય છે કે રેશનકાર્ડ, પાનકાર્ડ, આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડ સહિતના દસ્તાવેજો તંત્ર દ્વારા વિના મુલ્યે અથવાતો લગુત્તમ નાણા લઈ કાઢી આપવામાં આવે છે ત્યારે આ વ્યક્તિ દ્વારા અધધ કહી શકાય એટલા નાણા લઇ લોકોને છેતરવામાં આવતા હતા

Next Story