Connect Gujarat
દેશ

રેલવે મંત્રી સુરેશપ્રભુ દ્વારા રેલવે બજેટ – 2016 રજુ કરાયુ

રેલવે મંત્રી સુરેશપ્રભુ દ્વારા રેલવે બજેટ – 2016 રજુ કરાયુ
X

કેન્દ્રની નરેંદ્ર મોદી સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે તેમનું બીજું રેલવે બજેટ રજૂ કર્યુ. આ બજેટમાં તેમણે યાત્રીઓના હીતમાં પ્રવાસી ભાડામાં કોઈ વધારો કર્યો નથી કે, ફ્રેઇટમાં પણ વધારો કર્યો નથી. બીજી તરફ તેમણે રેલવેને વધારે સુવિધાજનક બનાવવા માટે સામાન્ય ડબ્બાઓમાં પણ મોબાઇલ ચાર્જિંગ, મનોરંજન માટે એફએમ રેડિયો, ઇ-ટિકિટના વ્યાપમાં વધારો જેવી જાહેરાતો કરી છે. તેમણે રિઝર્વેશન કરાવતાં મુસાફરો માટે હમસફર, તેજસ અને ઉદય એ ત્રણ નવી ટ્રેનની જાહેરાત કરી છે. તેવી જ રીતે રિઝર્વેશન વિના મુસાફરી કરતાં પ્રવાસીઓ માટે અંત્યોદય એક્સપ્રેસ નામની નવી ટ્રેનની પણ જાહેરાત કરી. અલબત્ત આ ચારેય નવી ટ્રેન કયા રૂટ પર દોડશે, એ અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી. પ્રભુએ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોઈ નવા રૂટ કે, ટ્રેનોની ફ્રિક્વન્સીમાં વધારાની જાહેરાત કરી નથી.

રેલવે બજેટરમા મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • પ્રાથમિકતા સમય સર ટ્રેનોને ચલાવવી,
  • યાત્રી ભાડા માં વધારો નહી કરયો.
  • 95% ટ્રેન 2020 સુધી સમયસર ચલાવવાનો પ્રયાસ
  • યાત્રી ટ્રેનની સ્પીડ 80 કિ,મી/ ક્લાક કરવાનો પ્રયાસ
  • મહિલા માટે 30% આરક્ષણ
  • મોબાઈલ એપ પર પ્લેટફોર્મ ટીકીટ

  • વડોદરાની ઈન્ડિયન રેલવે નેશનલ એકેડમીમાં બનશે રેલ્વે યુનિવર્સિટી
  • મહિલાઓ માટે હેલ્પલાઈન નંબર 300
  • 2 વર્ષમાં 400 સ્ટેશન પર WIFI તેમજ આ વર્ષે ૧૦૦ સ્ટેશનો પર WIFI ની સુવિધા ઉપલબ્ધ કરાશે
  • મહિલાઓની સુરક્ષામાં વધારો ,
  • અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે હાઈ સ્પીડ કોરિડોરનું કામ શરૂ
  • દેશમાં એક પણ માનવરહિત ફાટક નહીં રાખવાનું લક્ષ્ય
  • 2020 સુધીમાં જ્યારે ઈચ્છો ત્યારે ટિકિટ મળે તેવી વ્યવસ્થા
  • 2020 સુધીમાં ટ્રેનોમાંથી મળ-મૂત્રનું સીધું વિસર્જન બંધ કરી દેવાશે500 કિલોમીટર લાંબી બડી લાઈનનો લક્ષ્યાંક પાર પડાશે
  • દેશમાં એક પણ માનવરહિત ફાટક નહીં રાખવાનું લક્ષ્ય
  • 2020 સુધીમાં જ્યારે ઈચ્છો ત્યારે ટિકિટ મળે તેવી વ્યવસ્થાઆગામી બે વર્ષમાં વધુ 400 રેલવે સ્ટેશનો પર વાઈ ફાઈ
  • દરેક કોચમાં સીનિયર સિટિઝન્સ માટે 50 ટકા બેઠકો અનામત
  • પ્રવાસીઓની સુરક્ષા માટે હેલ્પલાઈન નંબર 182
  • યાત્રીઓ માટે 1780 ઑટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન મૂકાશેપત્રકારો માટે રાહત દરેઈ-ટિકિટ સેવા
  • એસએમએસ કરીને કોચ સાફ કરવા કરી શકાશે
  • તેજસ એક્સપ્રેસ કલાકના 130 કિલોમીટરની સ્પીડે દોડશે

  • રેલવે સ્ટેશનો પર ડિસ્પોઝેબલ બર્થ અપાશે
  • સિનિયર સિટિઝન્સ માટે લોઅર બર્થમાં 50 ટકા અનામત
  • રીટાયરમેન્ટ રૂમનો ઉપયોગ કલાકના હિસાબે કરી શકાશે
  • ટ્રેનોમાં મનોરંજન માટે એફ.એમ. ની સુવિધા અપાશે
  • તમામ તત્કાલ કાઉન્ટર પર સીસીટીવી
  • દિવ્યાંગો ઉપયોગ કરી શકે તેવાં ટોઈલેટ બનાવાશે

  • જાપાન-કોરીયાની મદદથી કરાશે રેલવેનો વિકાસ
  • અમદાવાદ મેટ્રો રેલ્વે પ્રોજેક્ટમાં કરશે કેન્દ્ર મદદ
  • ધાર્મિક મહત્વનાં સ્થળોને આસ્થા ટ્રેનથી જોડાશેઃ દ્વારકાનો સમાવેશ
  • સામાન્ય ડબ્બામાં પણ મોબાઈલ ચાર્જિંગ કરી શકાશે
  • નાના બાળકો માટે બેબી ફૂડ, ગરમ દૂધ અને ગરમ પાણી દરેક સ્ટેશન પર કરાવાશે ઉપલબ્ધ
  • દિલ્હીમાં 21 સ્ટેશનો સાથેનો રેલ્વે રિંગ ટ્રેક
  • રાજ્યો સાથે ચર્ચા કરીને નેશનલ રેલ પ્લાનનો અમલ
  • રેલવેની તમામ કંપનીઓને એક છત્ર હેછળ લવાશે
  • મોબાઈલ એપ તથા સ્માર્ટ કાર્ડથી ટિકિટ ખરીદી શકાશે
  • માલગાડીઓની સરેરાશ સ્પીડ ડબલ કરાશે
  • રેલ્વે એન્જીનિયરિંગ-એમબીએના 100 વિદ્યાર્થીઓને આપશે ઈન્ટર્નશીપ
  • તમામ રેલ્વે સ્ટેશનો પર ત્રણ વર્ષમાં એલઈડી લાઈટ્સ

Next Story