Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનાં એન્જીનિયરિંગના વિદ્યાર્થી ઓએ ગામ તળાવનાં પાણીને શુધ્ધ કરી લોકો સુધી પહોંચાડવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો.

અંકલેશ્વરનાં એન્જીનિયરિંગના વિદ્યાર્થી ઓએ ગામ તળાવનાં પાણીને શુધ્ધ કરી લોકો સુધી પહોંચાડવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો.
X

તળાવની આસપાસ તેમજ પાણીની ગંદકીમાંથી બાયોગેસ ઉત્પન્ન કરી શકાય,ઈજનેરી વિદ્યાર્થીઓનું સંશોધન.

જળ એ જ જીવન જેવા આંખ અને મનને ગમે તેવા સુચનો સ્લોગન ઘણા વાંચ્યા હશે, પરંતુ માત્ર પૈસા ખર્ચીને જ મીઠુ પાણી મેળવી શકાય એ વિચાર સરણીને બદલીને સૌ કોઈ મીઠા પાણીથી તરબોળ થાય તેવું સંશોધન અંકલેશ્વરનાં એન્જીનિયરિંગનાં વિદ્યાર્થી તેમજ તેનાં મિત્રોએ કર્યુ છે.

સુરત જીલ્લાનાં કિમ સ્થિત વિદ્યાદિપ ઈન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજમાં ફાઈનલ યરમાં અભ્યાસ કરતા અને અંકલેશ્વરમાં રહેતા કૃણાલ જી. શાહ તેમજ તેનાં મિત્રો સલમાન પઠાણ, ફોસેલ ફોદા તથા ભરૂચનાં રાહુલ ગાંધીને વોટર રીસોર્સ મેનેજમેન્ટનાં વિષય અંતર્ગત તેઓએ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ અંગેનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.

IMG_1535

કૃણાલ શાહે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેઓએ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટનાં પ્રોજેક્ટ માટે પ્રથમ તો કોસંબા સ્થિત ગામ તળાવનું નિરીક્ષણ કર્યુ હતુ અને કોસંબા તેમજ તેની નજીકમાં આવેલી તરસાડી ગામ મળીને અદાજીત ૪૪૦૦૦ની વસ્તી થાય છે અને તેઓ મીઠા પાણીની ઈચ્છા ધરાવે છે અને અંદાજીત ૧૧.૮૮૦ એમએલડીની રોજની જરૂરિયાત હોવાનું સંશોધન તેઓએ કર્યુ હતુ.

બજારમાંથી ખરિદી શકાતુ શુધ્ધ પાણી કે ઘરમાં આરઓ પ્લાન્ટ લગાડીને મીઠુ પાણી રોજીંદા જીવનમાં ઉપયોગ લોકો કરતા હોય છે. પરંતુ સ્લમ કે ગરીબ લોકો માટે ગામતળાવ જ પાણીનો વિકલ્પ હોય તેઓએ ગામ તળાવનાં પાણીને વૈજ્ઞાનિક ઢબે પૃથ્થકરણ કરી તેને શુધ્ધ કઈ રીતે કરી શકાય જેથી જરૂરિયાત મંદોની મીઠા અને શુધ્ધ પાણીની ઈચ્છાને પૂર્ણ કરી શકાય તેવો સંશોધન પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. વધુમાં તળાવની આસપાસનીઓ ગંદકીને દૂર કરી બાયોગેસ ઉત્પન્ન કરી ફિલ્ટરેશન પ્લાન્ટને ધમધમતો રાખવાનું પણ તેઓએ પ્રોજેક્ટ અંતર્ગત પ્લાન તૈયાર કર્યો છે.

પાણીનાં શુધ્ધિકરણ માટે જુદી જુદી ટેકનિકલ યુનિટની ડિઝાઈનમાં વોટર સોફ્ટનીંગ, પમ્પીંગ સ્ટેશન પણ તૈયાર કર્યો છે. વધુમાં માત્ર વર્તમાન લોકો જ નહીં પરંતુ ભવિષ્યમાં પાણીની માંગને કેવી રીતે પહોંચી શકાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ હોવાનું કૃણાલ શાહ જણાવે છે.

Next Story