Connect Gujarat
ગુજરાત

ઠાકોર સેનાના કાર્યકરોએ પોલીસ પર કર્યો પત્થર મારો.

ઠાકોર સેનાના કાર્યકરોએ પોલીસ પર કર્યો પત્થર મારો.
X

ઠાકોર સમાજે કરેલી ઘોષણા મુજબ આજે કલોલ મહેસાણા હાઈવે પર સીંદબાદ હોટલ પાસે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ સિવાય ઠાકોર સમાજ દ્વારા ઉંઝામાં પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ઉંઝા પોલીસે એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા પાંચ ટીયર ગૅસના સેલ છોડ્યા હતા. તો બીજી તરફ ઠાકોર સેના દ્વારા પોલીસ પર પત્થર મારો કરવામાં આવ્યો હતો. ઉંઝાના બ્રાહ્મણવાડા પાસે પોલીસ અને ઠાકોર સેનાના લોકો સામસામે આવી ગયા હતા. જેના પગલે વાતાવરણ તંગ બન્યું હતું.

Next Story