Connect Gujarat
સમાચાર

અંકલેશ્વરનાં ઉછાલી ગામે રૂ. ૧.૯૬ લાખનાં સોનાનાં દાગીનાની ચોરી.

અંકલેશ્વરનાં ઉછાલી ગામે રૂ. ૧.૯૬ લાખનાં સોનાનાં દાગીનાની ચોરી.
X

ઘર માલિકે પોતાની દિકરીનાં લગ્ન માટે ખરીદેલા સોનાનાં ઘરેણાનીજ તસ્કરો ચોરી કરીને ફરાર.

અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે રહેતા કાર્ટીંગનાં વેપારીનાં ઘરમાંથી રૂ. ૧.૯૬ લાખનાં સોનાનાં દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઈ હતી.

અંકલેશ્વર તાલુકાનાં ઉછાલી ગામના પીપળી ફળીયામાં રહેતા નરેન્દ્ર ગુમાનભાઈ પરમાર નાઓનાં ઘરને તસ્કરોએ રાત્રિ દરમિયાન નિશાન બનાવ્યુ હતુ અને તેઓનો પરિવાર ઘરમાંજ નિંદર માણી રહયો હતો ત્યારે ઘરનાં સ્ટોર રૂમની બારીની લાકડાની ગ્રીલ તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો,અને કબાટમાં મુકેલા રૂ. ૧.૯૬ લાખનાં સોનાનાં દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

6fccb78f-6bbe-4f2d-b00e-808047283c6b

તા ૪મીનાં રોજ સવારે ચોરીની જાણ થતા નરેન્દ્ર પરમારે ઘટના અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી, નરેન્દ્ર પરમારે જણાવ્યુ હતુ કે આગામી ૧૭-૪-૨૦૧૬નાં રોજ તેઓની મોટી દીકરીનાં લગ્ન છે અને લગ્નપ્રસંગ અર્થે ખરિદેલા સોનાનાં ઘરેણા જ તસ્કરો ચોરી ગયા હતા.

તાલુકા પોલીસે ફરિયાદનાં આધારે તસ્કરોનું પગેરૂ મેળવવા માટે ડોગ સ્કવોર્ડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્ષપર્ટની મદદ લીધી છે.

Next Story