Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ફરી એક વાર પાટીદાર vs પોલીસ, રસ્તા રોકો-જેલ ભરો આંદોલન સાથે ફરી એકવાર પથ્થરમારો અને આગચાંપીના બનાવો નોંધાયા

ગુજરાતમાં ફરી એક વાર પાટીદાર vs પોલીસ, રસ્તા રોકો-જેલ ભરો આંદોલન સાથે ફરી એકવાર પથ્થરમારો અને આગચાંપીના બનાવો નોંધાયા
X

ગુજરાતમાં પાટીદારોના જેલભરો આંદોલન દરમિયાન પાટીદારોએ પોલીસને ઉભી પૂંછડીએ ભગાડાયા પછી સ્થિતિ વણસતા ગુજરાતના મહેસાણામાં કરફ્યૂ લાદી દેવાયો છે. જેના લીધે હવે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા છે. અમદાવાદમાં ફરીથી સ્થિતિ તંગ ન બને તેના ભાગરૂપે તાત્કાલિક ઘોરણે શહેરમાં AMTS બસ સેવા બંધ કરવામાં આવી છે.

ગુજરાત રાજયના સુરત, રાજકોટ, અમદાવાદ અને મહેસાણામાં હાલ તાત્કાલિક 144ની કલમ લાગૂ કરી દેવાઈ છે. તેની સાથે જ ઈન્ટરનેટ સેવા પણ આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ સિવાય એસપીજી અને પાસ દ્ધારા મહેસાણામાં પોલીસ દમનના વિરોધમાં આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ગુજરાત બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે.

સુરત, રાજકોટ, અમદાવાદ અને મહેસાણામાં હાલ મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. મહેસાણામાં આજે થયેલા પાટીદાર અનામત આંદોલનના પડઘા સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યાં છે, ત્યારે અમદાવાદમાં ઘાટલોડિયા, બાપુનગર, વસ્ત્રાલ, નિકોલ સહિતના વિસ્તારોમાં પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા છે. સુરત, રાજકોટ, અમદાવાદ અને મહેસાણામાં ફરીથી સ્થિતિ તંગ ન બને તેના માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

Next Story