Connect Gujarat
ગુજરાત

વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલા ગુજરાતના બે સ્થળોની રસપ્રદ માહિતી

વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલા ગુજરાતના બે સ્થળોની રસપ્રદ માહિતી
X

સમગ્ર વિશ્વમાં 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે. વિશ્વમાં રહેલા માનવ સંસ્કૃતિના ભવ્ય વારસાને સાચવી રાખવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ લોકો હેરિટેજ સાઇટનું મહત્વ સમજે અને તેનું જતન કરે. યુનેસ્કો દ્વારા ભારતના 32 સ્થળોનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના બે સ્થળોનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પાટણમાં આવેલી રાણીકી વાવ અને પંચમહાલ જિલ્લામાં આવેલ ઐતિહાસિક ચાંપાનેર નગરીના ખંડેરોનો સમાવેશ થાય છે.

આજે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે જાણીએ બે ખાસ સ્થળો વિશે.

  • ચાંપાનેરના ખંડેરો

champaner-pavagadh

ચાંપાનેર નગર સુલતાન મોહમ્મદ બેગડાએ વસાવ્યુ હતું. જ્યાં આજે મહેલો, પ્રવેશદ્વાર, મંદિરો, મસ્જિદ વગેરેના ખંડેરો જોવા મળે છે. 2004માં યુનેસ્કોએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતો. 16મી સદીમાં ચાંપાનેર ખૂબ જ સમૃદ્ધ હતું અને તે ગુજરાતનું પાટનગર હતું. મોહમ્મદ બેગડા પહેલા અહીં ચૌહાણ વંશના રાજપૂતોનું શાસન હતું.

  • રાણીકી વાવ

rani ki vav

પાટણમાં આવેલી રાણીકી વાવ સ્થાપત્યનો અદભૂત નમૂનો છે. સોલંકી વંશના શાસન દરમિયાન બંધાયેલી રાણીકી વાવનો પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાણીકી વાવની દિવાલો પર વિષ્ણુ ભગવાનના વિવિધ અવતારો, ગણેશજી તેમજ અપ્સરાઓના શિલ્પો જોઇ શકાય છે. એક માન્યતા અનુસાર રાજા ભીમદેવની યાદમાં રાણી ઉદયમતિએ આ વાવ બંધાવી હતી.

Next Story