Connect Gujarat
ગુજરાત

એમ.એસ.યુનિવર્સિટીમાં મોબાઈલ અને કોમ્પયુટરની ચીપ અંગેનો કોર્સ શરૂ થશે

એમ.એસ.યુનિવર્સિટીમાં મોબાઈલ અને કોમ્પયુટરની ચીપ અંગેનો કોર્સ શરૂ થશે
X

એમ.એસ.યુનિવર્સિટીમાં ગુજરાત સરકારના સહયોગથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલ પર કોમ્પ્યુટર અને મોબાઈલની ચીપ બનાવવાનું શીખવાડતો વેરી લાર્જ સ્કેલ ઈન્ટિગ્રેશન કોર્સ નવા વર્ષથી શરૂ કરવામાં આવશે.

કોર્સના સંચાલનની જવાબદારી એમ.એસ.યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીને સોંપવામાં આવી છે. ફેકલ્ટીના ફીઝિકસ વિભાગ દ્વારા આ કોર્સનું સંચાલન કરવામાં આવશે. આ માટે સરકારે ૧ કરોડ રૂપિયા અને પ્રાઈવેટ સેકટરે ૩૯ રૂપિયાની ગ્રાન્ટ યુનિવર્સિટીને ફાળવી છે.

સત્તાધીશોએ ૩ મહિનાના સર્ટિફીકેટ કોર્સમાં શરૂઆતમાં ૩૦ બેઠકો રાખવાનું નક્કી કર્યુ છે. ત્યારબાદ કોર્સને ડિપ્લોમા કોર્સમાં પણ ફેરવી શકાશે. અને તેની સાથે સાથે કોર્સમાં બેઠકો પણ વધારી શકાશે. કોર્સને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે બીએસી કરતા વિદ્યાર્થીઓ પણ ઈચ્છે તો આ કોર્સ કરી શકશે. પ્રવેશ માટે વિદ્યાર્થીઓ એ 12મું ધોરણ વિજ્ઞાન પ્રવાહ સાથે કરેલુ હોવુ જરૂરી છે.

કોર્સના ભાગરૂપે વિદ્યાર્થીઓને મોબાઈલ અને કોમ્પયુટરની ચીપ બનાવવાનું શીખવાડવામાં આવશે. જેમાં આઈઆઈટી, મુંબઈના અધ્યાપકો વિડીયો કોન્ફરન્સિંગથી વિદ્યાર્થીઓને લેકચર આપશે. આ સિવાય ફીઝિકસ વિભાગના અધ્યાપકો પણ વિદ્યાર્થીઓને ભણાવશે.

સત્તાધીશોએ આ કોર્સમાં પ્રવેશ કાર્યવાહી જુલાઈ મહિનામાં શરૂ કરવાનુ નક્કી કર્યુ હોવાની વિગતો જાણવા મળી છે.

Next Story