Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં ડિઝાઈન યાત્રાનું આગમન

અંકલેશ્વરમાં ડિઝાઈન યાત્રાનું આગમન
X

રોડ શો થકી રાષ્ટ્રીય સ્તરનો ડિઝાઈન પ્રચાર કરીને લોકોને આર્કિટેક્સ, ઈન્ટિરીયર્સ ડિઝાઈનર્સ અંગેનાં કાર્યક્ષેત્રથી જાગૃત કરાશે.

ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયન ઈન્ટિરીયર ડિઝાઈનર્સ (IIID) સંસ્થા દ્વારા નાટકોની ટીમ સાથે મળીને ૧૨૦૦0કિ.મીની ડિઝાઈન યાત્રા યોજી છે. રાષ્ટ્રીય સ્તરનાં ડિઝાઈન પ્રચાર અર્થે આ યાત્રા તારીખ 24મી ના રોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી.

ડિઝાઈન યાત્રા સંદર્ભેની માહિતી આપવા માટે અંકલેશ્વર વાલીયા રોડને અડીને આવેલ ખાનગી હોટલનાં સભાખંડમાં સંસ્થા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ડિઝાઈન યાત્રાનાં કન્વીનર જીજ્ઞેશ મોદી, કદમ શાહ, સેક્રેટરી ચિરાગ વડગામા, તેજલ રાજપુત સહિતનાં ઉપસ્થિત રહયા હતા.

૧૮ ફેબ્રઆરી ૨૦૧૬નાં રોજ રાષ્ટ્રીય સ્તરનો ડિઝાઈન પ્રચાર અર્થે ડિઝાઈન યાત્રા ચાર નેનો કાર મારફતે ઈન્દોરથી શરૂ કરવામાં આવી છે. જે યાત્રા મુંબઈ, થાણે, નાશીક, સુરત થઈને તા ૨૪મીનાં રોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી. જીજ્ઞેશ મોદીએ જણાવ્યુ હતુ કે ડિઝાઈન યાત્રા એક વર્ષ સુધી ભારતનાં ૩૦ જેટલા શહેરોમાં ફરશે અને અંદાજીત ૧૨૦૦0 કિ.મીની યાત્રા ખેડીને લોકોને ઈન્ટિરીયર્સ , ડિઝાઈનર્સ તેમજ આર્કિટેક્સની કામગીરી તેમજ લોકોને શહેર વિસ્તારને ડેવલોપ કરવા સહિતનાં માર્ગદર્શન તથા મંતવ્યો થકી લોકજાગૃતતાનો પ્રયાસ કરવામાં આવશે.

design 2

અંકલેશ્વર, ભરૂચમાં તા – ૨૪ થી ૩૦ મી એપ્રિલ સુધી ડિઝાઈન યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરશે. આ ઉપરાંત સમાજને સારૂ રૂપ આપવા માટે રચેતા કોમ્પીટીશનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જે કોમ્પીટીશનમાં વિદ્યાર્થીઓ દ્વારા નવા – નવા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જે સ્પર્ધાનો ઉદ્દેશ માત્ર મંતવ્ય કે સલાહ સુચન નહીં પરંતુ સમાજનાં ઘડતરમાં પ્રોજેક્ટ મદદરૂપ થાય તે પ્રકારનો હોવાનું જણાવવામાં આવ્યુ છે.

ઉપરાંત તા – ૨૭મી એપ્રિલે સાંજે ૪ કલાકે ભરૂચનાં રોટરી હોલ ખાતે તેમજ તા – ૨૮મીનાં રોજ અંકલેશ્વર દિવા રોડ સ્થિતની વઝીફદાર ફાર્મ ખાતે કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે તા – ૨૯મીનાં રોજ સાંજે ૬ કલાકે ભરૂચની હોટલ રિજેન્ટા ખાતે ગાલા નાઈન્ટસનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્ય વક્તા તરીકે આર્કિટેકચર નીતિન કિલ્લાવાલા, IIIDનાં પ્રમુખ પ્રતાપ જાદવ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

Next Story