Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનાં ફોટોગ્રાફરે મેળવી જાપાનમાં સિધ્ધિ

અંકલેશ્વરનાં ફોટોગ્રાફરે મેળવી જાપાનમાં સિધ્ધિ
X

ધી ઈન્ટરનેશનલ ફોટોગ્રાફી સેલોન ઓફ જાપાનની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી અંકલેશ્વરને ગૌરવ અપાવ્યુ

અંકલેશ્વર શહેરનાં પંચાટી બજાર ખાતે રહેતા ફોટોગ્રાફરે જાપાનમાં યોજાયેલ આંતર રાષ્ટ્રીય ફોટોગ્રાફી એકઝીબીશનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યુ હતુ.

014b8189-f950-4e0d-adf7-3b409aaeacaf

ધી ઈન્ટરનેશનલ ફોટોગ્રાફી સેલોન ઓફ જાપાન દ્વારા ફોટોગ્રાફી ઈન્ટરનેશનલનું ૭૬મું એકઝીબીશન તારીખ ૦૯-૦૪-૨૦૧૬નાં રોજ જાપાન ખાતે યોજાયુ હતુ. આ સ્પર્ધામાં કુલ 8637 સ્પર્ધકોની એન્ટ્રી આવી હતી. જેમાં જાપાન બહારની 4645 એન્ટ્રીઓ હતી. પરંતુ જાપાન સહિત ૩૮ દેશોનાં ૧૩૦ ફોટોગ્રાફરોની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં જાપાનનાં 50 જયારે અન્ય દેશોનાં ૮૦ સ્પર્ધકો હતા.

1b9819e5-b36b-448e-9bf6-b6b5894aef66

અંકલેશ્વર શહેરનાં પંચાટી બજાર ખાતે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા હેતલભાઈ ભટ્ટ દ્વારા પોતાનાં કેમેરાથી ખેંચેલ ૧૦ જુદી – જુદી તસ્વીરો એકઝીબીશનમાં મુકી હતી. જેમાંથી કચ્છ ખાતે ઉંટના ટોળાને બે નાના બાળકો હંકારી રહયા હોય તે રિસપોન્સીબીલીટી તસવીર પર નિર્ણાયકોએ પસંદગીની મહોર લગાવી હતી અને હેતલ ભટ્ટને ગોલ્ડ મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

d7aaf59d-fe4b-43a9-b17c-196820bb6bf8

આ અંગે હેતલ ભટ્ટે કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીત માં જણાવ્યુ હતુ કે આંતર રાષ્ટ્રીય સ્તર પર જાપાન ખાતે યોજાયેલ ફોટોગ્રાફી એકઝીબીશન સ્પર્ધામાં મળેલી સિધ્ધિએ તેઓને અત્યાર સુધીની મહેનતનું ફળ પ્રાપ્ત થયુ છે. આ ઉપરાંત અગાઉ પણ તેઓને નેશનલ લેવલની ફોટોગ્રાફી સ્પર્ધાઓમાં પણ ગોલ્ડ મેડલ મેળવીને ભરૂચ જીલ્લા સહિત રાજયનું ગૌરવ વધાર્યુ હતુ.

Next Story