Connect Gujarat
દુનિયા

ગેઇલનો ટી-20માં સૌથી ઝડપી રન બનાવવાનો તૂટ્યો રેકોર્ડ

ગેઇલનો ટી-20માં સૌથી ઝડપી રન બનાવવાનો તૂટ્યો રેકોર્ડ
X

ટોબેગોના 23 વર્ષીય બેટ્સમેન ઇરાક થોમસે ઝંઝાવાતી બેટીંગ કરતા ટી-20 મેચમાં 21 બોલમાં 100 રન બનાવીને ટી-20માં સૌથી ઝડપી સદી કરવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. આ સદી તેણે ટોબેગો ક્રિકેટ એસોસિએશન ટી-20ની ટુર્નામેન્ટમાં ફટકારી હતી.

ઇરાક થોમસે તેની ઇનિંગમાં 15 સિક્સર અને 4 બાઉન્ડરી મારી હતી. તેણે અગાઉ 53 બોલમાં 97 રન કર્યા હતા.

1

ઉલ્લેખનીય છે કે અગાઉ ટી-20માં સૌથી ઝડપી સદી નોંધાવવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના બેસ્ટમેન ક્રિશ ગેઇલના નામે હતો. તેણે ઇન્ડિયન પ્રિમીયર લીગમાં પૂણે વેરિયર સામે 30 બોલમાં સદી નોંધાવી હતી.

Next Story