Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ કોર્સમાં પ્રવેશ માટે આગામી તા. ૧૦મેએ ગુજકેટ યોજાશે

ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ કોર્સમાં પ્રવેશ માટે આગામી તા. ૧૦મેએ ગુજકેટ યોજાશે
X

મેડીકલ,ડેન્ટલ કોર્સ માં પ્રવેશ માટે ની ગુજકેટ પરિક્ષા નું કોકડું ગુંચવાયા બાદ તેનો યોગ્ય ઉકેલ આવતા પરિક્ષાર્થી ઓ સહિત વાલીઓ એ રાહત નો દમ લીધો હતો.

ધોરણ-૧૨ પછી મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં પ્રવેશ માટે ગઇ તા. ૧ મેએ યોજાયેલી વિવાદાસ્પદ નીટ પરીક્ષા પછી રાજ્ય સરકારે આગામી તા. ૧૦ મેએ ગુજરાતના ધોરણ ૧૨ (વિજ્ઞાાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓની ઉપરોક્ત હેતુસર જ ગુજકેટ પરીક્ષા યોજવાનું નક્કી કર્યું છે.

સુપ્રીમ કોર્ટે ગઇ તા. ૨૮ એપ્રિલે દેશભરમાં ધોરણ ૧૨ પછી મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં પ્રવેશ માટે એક જ પ્રવેશ પરીક્ષા નીટ (નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ) યોજવાના આદેશ આપતાં દેશભરમાં એની સામે વિરોધ હોબાળો થયો હતો.

જોકે આ બાબત અંગે રાજ્ય સરકારે ગુજકેટ પરિક્ષા અંગે ખાતરી આપતા હવે આગામી 10મી મે ના રોજ રાજ્ય ભરમાં ગુજકેટ ની પરિક્ષા લેવામાં આવશે.જે અંગે ની વિદ્યાર્થીઓ ને હોલ ટીકીટનું વિતરણ પણ કરવામાં આવશે.

Next Story