Connect Gujarat
ગુજરાત

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 79.3 ટકા પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 79.3 ટકા પરિણામ
X

સૌથી વધુ રાજકોટ અને સૌથી ઓછું છોટાઉદેપુર જીલ્લા નું પરિણામ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2016માં લેવામાં આવેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

ધો.12 વિજ્ઞાન પ્રવાહનું સમગ્ર રાજ્યનું પરિણામ 79.3 ટકા જાહેર થયું છે,જેમાં સૌથી વધુ રાજકોટ જીલ્લાનું 93.83 ટકા નોધાયું હતું,જયારે ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ 97.17 ટકા પરિણામ આવ્યું છે.ધો.12 વિજ્ઞાન પ્રવાહ માં 1,36,598 પરિક્ષાર્થી ઓ એ પરિક્ષા આપી હતી,જેમાંથી 1,06,372 પરિક્ષાર્થી ઓ ઉતિર્ણ થતા રાજ્યનું પરિણામ 79.3 ટકા નોધાયું છે.જોકે વર્ષ 2015 ની સરખામણીએ આ વર્ષે 7 ટકા જેટલું પરિણામ ઓછું આવ્યું છે.

ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ માં A 1 ગ્રેડ માં 763 પરિક્ષાર્થી ઓ ઉતિર્ણ થયા છે,જે ગત વર્ષની સરખામણીમાં A 1 ગ્રેડ માં 336 પરિક્ષાર્થી ઓ ની સંખ્યા માં વધારો થયો છે.જયારે A 2 ગ્રેડમાં 2015 ની સંખ્યા કરતા 1381 પરિક્ષાર્થી ઓ વધુ ઉતિર્ણ થવાની સાથે કુલ 5399 પરિક્ષાર્થી ઓ પાસ થયા છે.

ધો.12 વિજ્ઞાન પ્રવાહ માં સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જીલ્લાનું 31.52 ટકા અને લીમખેડા કેન્દ્રનું 22.61 ટકા સાથે સૌથી ઓછું પરિણામ નોંધાયું છે.

પરિણામ જાહેર કરતા રાજ્ય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ રાજ્ય સરકારવતી ઉતિર્ણ થનાર પરિક્ષાર્થીઓ ને અભિનંદન પાઠવીને સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી,તેમજ પરિક્ષા માં સફળ ન થનાર પરિક્ષાર્થી ઓ ને નાસીપાસ ન થવા અને વધુ મહેનત કરી સફળ થવા માટે આશ્વાશન આપ્યું હતુ.

Check Your Result :- Result

Next Story