Connect Gujarat
ગુજરાત

ભરૂચ શહેરની યુવતીને ફેસબુક પર બદનામ કરવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો 

ભરૂચ શહેરની યુવતીને ફેસબુક પર બદનામ કરવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો 
X
cyber crime arrested criminal who was harrasing bharuch girl

ભરૂચ શહેરની યુવતીના ફેસબુક પરથી ફોટો મેળવી લઈને સમાજમાં બદનામ કરવાની ધાકધમકી આપનાર આરોપીની સાઈબર ક્રાઈમ ની ટીમે ધરપકડ કરી હતી.

સોશ્યલ મીડિયાનો વધતો વ્યાપ સાથે સાઈબર ક્રાઈમ ના ગુનાઓ પણ વધી રહ્યા છે.જેમાં ખાસ કરીને યુવતી ઓ માટે આ માધ્યમ પરેશાની રૂપ બની રહ્યું છે,અને આવોજ એક કિસ્સો ભરૂચ શહરેમાં પ્રકાશમાં આવ્યો હતો.

ભરૂચ શહેરની યુવતીના ફેસબૂક પરથી તેણીના ફોટા મેળવી લઈને યુવતીના ભાઈને આ ફોટા ફેસબુક વોટ્સ અપ મેસેજ દ્વારા મોકલીને ઘરના સભ્યોને બદનામ કરવાની ધાકધમકી આપતા યુવક વિરૂદ્ધ A ડીવીઝન પોલીસ મથકમાં યુવતીએ ફરિયાદ નોધાવી હતી.જે ગુના અંગે ભરૂચ સાઈબર સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મૂળ ગોધરાનો વતની અને હાલ અંકલેશ્વર ના ચૌટા બજાર ખાતે રહેતા ગૂરૂમુખસિંગ લખવીરસિંગ શીખની ધરપકડ કરી હતી.

આ ઘટના સંદર્ભે ભરૂચ A ડીવીઝન પોલીસે વધુ તપાસ માટેના ચક્રોગતિમાન કર્યા છે.

Next Story