Connect Gujarat
સમાચાર

અંકલેશ્વરના ખેડૂતને આત્મા ફાર્મર્સ એવોર્ડથી સન્માનિત કરાયા

અંકલેશ્વરના ખેડૂતને આત્મા ફાર્મર્સ એવોર્ડથી સન્માનિત કરાયા
X

અંકલેશ્વર તાલુકાનાં નાંગલ ગામનાં ખેડૂતે વૈજ્ઞાનિક પધ્ધતિથી ઘઉંની ખેતી કરીને સારી ઉપજ મેળવતા કૃષિ મહોત્સવમાં રાજય સરકાર દ્વારા તેઓને બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર શહેર ખાતે તા- ૧૭-૦૫-૨૦૧૬નાં રોજ કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં તાલુકાનાં નાંગલ ગામ ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક અને ખેડૂત કેશવ કરસનભાઈ પટેલનાઓને ઘઉંની ખેતીમાં આધુનિક પધ્ધતિથી ઓછા ખર્ચે સારી ઉપજ મેળવવા બદલ રાજય સરકાર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

1KD9uW7U

કેશવ પટેલને રાજયનાં અન્ન અને નાગરિક પુરઠા મંત્રી તેમજ જીલ્લા ખેતી વાડી અધિકારીનાં હસ્તે તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ તેમજ રૂ. ૧૦,૦૦૦ નો ચેક અર્પણ કરીને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.

Next Story