Connect Gujarat
ગુજરાત

રાજકોટ મોરબી રોડ પર ટ્રક અને તુફાન જીપ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 9 વ્યક્તિઓના કરુણ મોત 

રાજકોટ મોરબી રોડ પર ટ્રક અને તુફાન જીપ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 9 વ્યક્તિઓના કરુણ મોત 
X

જીપ ચાલક યુવાનના મોત સાથે દેવીપુજક પરિવારનો માળો પણ પીંખાયો

રાજકોટ થી ખાનગી જીપ માં સવાર થઈને દેવીપુજક પરિવાર ના સભ્યો મોરબી ખાતે જઈ રહ્યા હતા તે અરસામાં માર્ગમાં જ કાળનો કોળિયો બની ગયા હતા.

મોરબી ખાતે રહેતા રામાબહેન મનસુખભાઈ પાનસરા ઉં.વ.50 નાઓને પથરીની બીમારી હોય તેઓને સારવાર માટે રાજકોટ ખાતે ની હોસ્પિટલ માં દાખલ કરાયા હતા અને સર્જરી બાદ તેઓને તારીખ 18મી ની સાંજે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. તેઓનાં ખબર અંતર પૂછવા માટે દીકરીઓ જમાઈ સહીત એક દોહિત્ર પણ રાજકોટ ગયા હતા અને દેવીપુજક પરિવાર ના 8 એ સભ્યો રાજકોટ થી તુફાન જીપ માં સવાર થઇ ને મોરબી પરત આવવા માટે નીકળ્યા હતા. પરંતુ વિધિની વક્રતા કરુણ ઘટના માં પરિણમી હતી અને જયારે તેઓની જીપ મોરબી અર્પિત કોલેજ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક કંડલાથી વટાણા ભરી ને રતલામ તરફ જતા ટ્રક ના સ્ટેરીંગ નો રોડ તુવાના કારણે ટ્રક રોંગ સાઈડ પર યમદૂત બની ને ધસી આવી હતી અને જીપ સાથે ધડાકાભેર અથડાતા ક્ષણવાર માં જીપ માં સવાર ચાલક સહીત દેવીપુજક પરિવાર ના તમામ સભ્યો કરુણ મોતને ભેટ્યા હતા.

ઘટના ની જાણ થતા જ સ્થાનિક લોકો અને કુવાડવા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જીપ ના પતરા ચીરીને મૃતદેહો લોહોથી લથબથતા બહાર કાઢવામાં આવ્યા હતા.કુવાડવા પોલીસે કરુણ ઘટના અંગે ફરિયાદ દર્જ કરીને ફરાર ટ્રક ચાલક અને ક્લીનર ની ધરપકડ માટે ના ચક્રો ગતિમાન કાર્ય છે.

---મૃતકો નાં નામ ની યાદી :-

-સંજય સવજીભાઈ પરમાર (સથવારા)ઉં.વ.26 (જીપ ચાલક)

-રમાબહેન મનસુખભાઈ પનસારા ઉં.વ.50

-ચંદાબહેન જીજ્ઞેશભાઈ વહોડીયા ઉં.વ.25(દીકરી)

- જીજ્ઞેશ ઉર્ફે ભાણજી પરષોતમભાઈ વહોડીયા ઉં.વ.27(જમાઈ)

-સુનિતા દિનેશભાઈ પરમાર ઉં.વ.28 (દીકરી)

-દિનેશ હમીરભાઈ પરમાર ઉં.વ.30(જમાઈ)

-આનંદ દિનેશભાઈ પરમાર ઉં.વ.2 (દોહિત્ર)

-સંગીતા મનસુખભાઈ પનસારા ઉં.વ.18(અપરણિત દીકરી)

-સતિષ અવચરભાઈ હળવદીયા ઉં.વ.24(જમાઈ)

Next Story