Connect Gujarat
ગુજરાત

વડોદરાની જામા મસ્જિદ પાસે દુનિયાની સૌથી મોટી કુરાન હોવાનો દાવો

વડોદરાની જામા મસ્જિદ પાસે દુનિયાની સૌથી મોટી કુરાન હોવાનો દાવો
X

અત્યાર સુધી રશિયાના કઝાન શહેરની મસ્જિદમાં મૂકવામાં આવેલી કુરાનને દુનિયાની સૌથી મોટી કુરાન ગણવામાં આવતી હતી. તે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફિકેટ પણ ધરાવે છે. પરંતુ વડોદરાની જામા મસ્જિદે દાવો કર્યો છે કે અહીં રાખવામાં આવેલી કુરાન દુનિયામાં સૌથી મોટી કુરાન છે. જામા મસ્જિદના દાવા મુજબ આ કુરાનની લંબાઇ 75 ઇંચ જ્યારે ઉંચાઇ 41 ઇંચ હોવાનું ન્યુઝ વેબસાઈટ ના માધ્યમ થી જાણવા મળ્યું છે.

આ કુરાન વડોદરાની જામા મસ્જિદના પહેલા માળના એક ઓરડામાં મૂકવામાં આવેલી છે. જેને વર્ષમાં એકવાર બહાર કાઢવામાં આવે છે. આ કુરાન લખવા માટે સુરમા અને મોરપંખનો ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે. કુરાનની બોર્ડર પર સોનાનું કોટિંગ કરવામાં આવ્યું છે. આ વિશાળ કુરાનમાં કુલ 632 પાના છે અને તેનું વજન 800 કિલો છે.

ઉલ્લેખનીય છે કે વડોદરાનું જામા મસ્જિદ ક્રિકેટર ઇરફાન પઠાણ અને તેમના ભાઇ યુસુફ પઠાણ સાથે જોડાયેલું હોવાથી પણ ચર્ચામાં રહ્યુ છે.

Next Story