Connect Gujarat
દુનિયા

‘વર્લ્ડ નો ટોબેકો ડે’ પર સ્વાસ્થયને આપીએ વધુ મહત્વ

‘વર્લ્ડ નો ટોબેકો ડે’ પર સ્વાસ્થયને આપીએ વધુ મહત્વ
X

WHO અનુસાર વિશ્વભરમાંથી દર વર્ષે 6 લાખ લોકોનું તમાકુના કારણે મોત થાય છે. તમાકુના સેવનથી વિવિધ પ્રકારના કેન્સર, હ્રદયની તકલીફ, સ્ટ્રોક, ફેફસાની બિમારી અને સ્વાસ્થયને લગતી બીજી સમસ્યાઓ થાય છે. વિશ્વમાં તમાકુના કારણે દર છ સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે. હાલમાં જે તમાકુનો ઉપયોગ કરી રહ્યા છે તેમાંથી અડધા લોકો છેવટે તમાકુના કારણે થતી બિમારીથી મૃત્યુ પામે છે. દુનિયાભરમાં ધુમ્રપાન કરનારા લોકોમાંથી 80 ટકા લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના છે. જ્યાં તમાકુને લગતી બિમારીઓ અને તેના કારણે થતા મોતનું પ્રમાણ વધારે છે.

તેથી, દુનિયાભરમાં તમાકુના કારણે થતી હેલ્થની સમસ્યાઓ અંગે લોકોને જાગૃત કરવા માટે 31મેના દિવસે વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે ઉજવવામાં આવે છે.

વર્લ્ડ નો ટોબેકો ડે માટે આ વર્ષે તમાકુ ઉત્પાદનો માટે ‘ગેટ રેડી ફોર પ્લેન પેકેજીંગ’ની થીમ રાખવામાં આવી છે. કારણકે WHOના જણાવ્યા મુજબ પ્લેઇન પેકેજીંગના કારણે ગ્રાહકોને તમાકુ પ્રત્યે ઓછું આકર્ષણ થાય છે અને તેના ઉપયોગને મર્યાદિત કરે છે.

પ્લેન પેકેજીંગ એટલે તમાકુ ઉત્પાદનોના પેકેજીંગમાંથી બ્રાન્ડિંગ એલીમેન્ટસ દૂર કરવા જેમકે, કલર, ઇમેજ, કોર્પોરેટ લોગો અને ટ્રેડ માર્ક વગેરે.

ઓસ્ટ્રેલિયા, બ્રિટન, નોર્થન આયરલેન્ડ અને ફ્રાંસમાં પ્લેન પેકેજીંગનો કાયદો પસાર કરવામાં આવ્યો છે અને તેનો અમલ પણ કરાયો છે. WHO પણ તેના બધા સભ્ય દેશોને આ કાયદો અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

Next Story