Connect Gujarat
દુનિયા

સોફ્ટબેન્કના સીઇઓએ આપ્યુ રાજીનામુ, હતું 500 કરોડનું પેકેજ

સોફ્ટબેન્કના સીઇઓએ આપ્યુ રાજીનામુ, હતું 500 કરોડનું પેકેજ
X

સોફ્ટબેન્કના પ્રમુખ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર નિકેશ અરોરાએ કંપનીમાંથી રાજીનામુ આપી દીધું હતું. રોકાણકારોની નારાજગીના કારણે તેમણે રાજીનામુ આપ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાપાનની ટેલિકોમ કંપની સોફ્ટબેન્કના સીઇઓ નિકેશ અરોરાની યોગ્યતા પર ઉઠેલા સવાલો પર કંપનીએ ક્લિનચીટ આપી દીધા બાદ અરોરાએ રાજીનામુ આપી દીધું હતું. તેમનું રાજીનામુ તરત જ સ્વીકારી લેવામાં આવ્યું હતું.

આ અંગે અરોરાએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મારે આગળ વધવા માટેનો આ યોગ્ય સમય છે. ઇન્ડિયન સ્ટાર્ટઅપને મારો સપોર્ટ ચાલુ રહેશે.

અરોરાના સેલેરી પેકેજ અને કેટલીક ડિલ્સના કારણે રોકાણકારો નારાજ હતા. તેમણે અરોરાની યોગ્યતા પર સવાલો ઉઠાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અરોરાનો સમાવેશ વિશ્વના સૌથી હાઇસ્ટેડ પેઇડ કોર્પોરેટર્સમાં થતો હતો. તેમને સોફ્ટબેન્કમાં 500 કરોડનું પેકેજ આપવામાં આવ્યું હતું.

Next Story