Connect Gujarat
ગુજરાત

ગુજરાત પોલીસ અત્યાધુનિક હથિયારો થી સજ્જ થશે !

ગુજરાત પોલીસ અત્યાધુનિક હથિયારો થી સજ્જ થશે !
X

6000 AK 47 મશીન ગન ઓગષ્ટ ના અંત સુધીમાં ફાળવવામાં આવશે

ગુજરાત પોલીસ ને વીવીઆઈપી સિક્યુરિટી અને આતંકવાદી ઘટનાઓ સામે અત્યાધુનિક હથિયારો થી સજ્જ કરવા માટે 6000 જેટલી AK 47 મશીન ગન ઓગષ્ટ મહિના ના અંત સુધીમાં ફાળવવા માં આવશે.

ગુજરાત પોલીસને 6000 જેટલી AK 47 મશીન ગન ફાળવવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય ને રજુઆત કરવામાં આવી હતી.અને ઓગષ્ટના અંત સુધીમાં આ હથિયારો ફાળવી દેવામાં આવશે જેથી પોલીસ વીવીઆઈપી સિક્યુરિટી,તેમજ આતંકવાદી ઘટના ઓ નો પ્રતિકાર કરવા માટે વધુ સક્ષમ બનશે.હાલમાં ગુજરાત પોલીસનું સંખ્યા બળ 80,000 જેટલું છે.ગુજરાત પોલીસ પાસે અંદાજીત 12000 AK -47 ઓટોમેટિક મશીન ગન છે તેમાં વધુ ૬૦૦૦ AK 47 મશીનગન ખરીદવામાં આવશે. રાજય અનામત પોલીસ દળ (એસઆરપી) પાસે અગાઉથી નોટ થ્રી રાયફલ હતી તેના બદલે એસઆરપીના તમામ ગ્રુપને ઈન્સાસ રાયફલ ફાળવી દેવામાં આવી છે.

વીવીઆઈપી સિક્યુરિટી , ચેતક કમાન્ડો ફોર્સ , પોલીસ તાલીમ શાળામાં કમાન્ડોની તાલીમ લેતા જવાનો માટે AK 47 હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાઓમાં પણ AK 47 હથિયારો ફાળવવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Next Story