Connect Gujarat
દુનિયા

સૌ પ્રથમ વાર ઓલિમ્પિકમાં દેશના 100 કરતા વધુ એથ્લેટસ લઇ રહ્યા છે ભાગ

સૌ પ્રથમ વાર ઓલિમ્પિકમાં દેશના 100 કરતા વધુ એથ્લેટસ લઇ રહ્યા છે ભાગ
X

શનિવારે સાંજે મોહમ્મદ અનસે પોલીશ નેશનલ ચેમ્પિયનશીપમાં 45.40 સેકન્ડમાં 400 મીટર દોડીને રિયો ઓલિમ્પિકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. તે સાથે જ ભારતમાંથી ઓલિમ્પિક જનારા એથ્લેટસનો આંકડો 100ને પાર ગયો હતો.

સૌ પ્રથમ વાર ભારતમાંથી 100 કરતા વધુ એથ્લેટસ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. ઘણાં લોકોનું માનવુ છે કે ઓલિમ્પિકમાં મેડલ કેટલા મળે છે તે જોવા કરતાં આ વખતે ભારતમાંથી આટલા સ્પર્ધકો ભાગ લઇ રહ્યા છે તે મહત્વપૂર્ણ છે.

આ ઓલિમ્પિક ગેમ્સ ભારત માટે ખૂબ જ મહત્વનો રહેશે. કારણકે આ વખતે જીમ્નાસ્ટિક અને એથ્લેટિક્સમાં મહિલાઓએ એન્ટ્રી મેળવી છે. તે સાથે જ 36 વર્ષ જેટલા લાંબા ગાળા બાદ મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં પાછી ફરી રહી છે.

Next Story