Connect Gujarat
ગુજરાત

અષાઢી બીજ - કચ્છી માંડુ ઓ નું નૂતનવર્ષ

અષાઢી બીજ - કચ્છી માંડુ ઓ નું નૂતનવર્ષ
X

સારા વરસાદની આશા સાથે નવા વર્ષ ની ઉજવણી કરતા કચ્છી

“ગગન ગાજે ને મોરલા બોલે

માથે ચમકે તી વીજ

હાલો પાન્જે કછડે મે

આવે અષાઢી બીજ”

કચ્છીઓ અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. ચોમાસાની શરૂઆતમાં જ કચ્છમાં આ ઉત્સવ છેલ્લા 900 કરતા પણ વધારે વર્ષોથી મનાવવામાં આવે છે. કચ્છ વિસ્તારમાં વિક્રમ સંવતની શરૂઆત આજથી એટલે કે અષાઢીબીજ થી થાય છે.

કચ્છની સૂકી ધરતી પર વરસાદનું ખૂબ જ મહત્વ છે. તેથી ત્યાંના લોકો ચોમાસાની શરૂઆતમાં જ સારા વરસાદની આશા સાથે નવા વર્ષની ઉજવણી કરે છે.

આ દિવસે નવુ વર્ષ મનાવવા પાછળ એક લોકવાયકા રહેલી છે. કહેવાય છે કે કચ્છના રાજા જામે તેમની એક રાણીના કહેવા પર પોતાના દીકરા લાખાને દેશવટો આપી દીધો હતો. લાખાના ગયા બાદ કચ્છમાંથી સુખ-શાંતિ હણાઇ ગઇ હતી અને વરસાદ તો જાણે રિસાઇ જ ગયો હતો. જામ રાજાના અન્ય કુંવરો કચ્છ માટે કંઇપણ કરવા અસમર્થ હતા. લાખાને તેના વતનની દુર્દશા જાણીને દુઃખ થયું. તે પોતાના વતન તરફ જવા નીકળ્યો. લાખો જેવો કચ્છમાં પ્રવેશ્યો કે તરત જ સમગ્ર કચ્છમાં મેઘની મહેર થઇ. લાખો જે દિવસે આવ્યો હતો તેના બીજા દિવસે અષાઢી બીજ હતી. આ દિવસે લાખાના કારણે કચ્છમાં ફરી સારા દિવસો પાછા આવ્યા હતા. તેથી તે દિવસથી કચ્છીઓ અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવે છે.

નૂતન વર્ષના દિવસે કચ્છીઓ એકબીજાને મળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. તેમજ વડીલોને વંદન કરી આશિર્વાદ મેળવે છે.

Next Story