Connect Gujarat
ગુજરાત

ભરૂચ જીલ્લા નું ગુમાનદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થા સ્થાનક

ભરૂચ જીલ્લા નું ગુમાનદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થા સ્થાનક
X

દુર દુર થી ભક્તો પગપાળા પણ હનુમાનજી ના દર્શન માટે આવે છે

ભરૂચ જીલ્લા નાં ઝગડિયા તાલુકાનું ગુમાનદેવ મંદિર પૌરાણિક હોવાની સાથે ભક્તો માટે સંકટ હરનાર આસ્થા સ્થાનક છે. અહી શ્રદ્ધાળુઓ દુર દુર થી પગપાળા પણ દર્શન માટે આવે છે.

1

કાવેરી અને નર્મદા નદીના મધ્યમાં આવેલ ગુમાનદેવ મંદિર ની એક દંતકથા મુજબ રામાનંદ સંપ્રદાય નાં મહાન સંત સ્વામી ગુલાબદાસજી અયોધ્યા નાં હનુમાનગઢી ની સાગરિયા પટી નાં સંત હતા. તેઓ 500 વર્ષ અગાઉ ઝગડિયા નજીક આવેલ મોટા સાંજા ગામ પાસે આવી વસ્યા હતા,અને ત્યાં એક રાતે ગુલાબદાસજી ને એવો ભાશ થયો કે જાણે હનુમાનજી તેઓને કહી રહ્યા છે કે અહીંથી થોડા ક જ અંતરે મારી મૂર્તિ છે અને એક શિયાળ તેને વળગી રહ્યું છે તેમજ કેટલાક ગોવાળિયા તેને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે.અને તેઓ ત્યાં જઈને ગોવાળિયાઓ ને એવું કરતા રોકીને શિયાળ ને ભાગી જવાનો આદેશ આપ્યો અને શિયાળ ભાગી ગયું.

4

આ ઘટના આસપાસ નાં ગામો માં ચર્ચાનું કારણ બની અને લોકો દર્શન અર્થે આવવા લાગ્યા, ત્યાર બાદ અહિયાં ગુમાનદેવ દાદાની મૂર્તિ હનુમાન જયંતિ ના દિવસે પ્રસ્થાપિત કરાઈ.

3

ગુમાનદેવ મંદિરે શ્રાવણ માસનું ભક્તોમાં અનેરૂ મહત્વ રહ્યું છે. અને રાજપીપળા, સુરત, ભરૂચ, અંકલેશ્વર, વાલિયા સહિત દુર દુર થી શ્રદ્ધાળુઓ પગપાળા આવીને ગુમાનદેવ દાદા ના દર્શન કરીને આધી, વ્યાધી, ઉપાધી માંથી મુક્તિ મળે તે અર્થે પ્રાર્થના કરીને ધન્યતાનો અનુભવ કરે છે. મંદિર નાં મહંત મનમોહન દાસજી ગુમાનદેવ મંદિરે પુંજા અર્ચના ની સાથે દર્શનાર્થે આવતા ભક્તો ને ગુમાનદેવ મંદિર ની મહત્તા ની જાણકારી પણ આપે છે.

5

ઝગડિયા તાલુકાના નાના સાંજા ગામ પાસે આવેલ ગુમાનદેવ મંદિરે ન કેવલ શ્રાવણ મહિનો પરંતુ હવે બારે માસ લોકો ગુમાનદેવ દાદાનાં દર્શન માટે આવે છે.અને શનિવાર તેમજ વાર તહેવારે મંદિર માં માનવ મહેરામણ ઉમટે છે.ગુમાનદેવ મંદિર પરિસરમાં આવતા ભક્તો મુખ્ય સ્થાનક મંદિરે દર્શન બાદ પ્રદક્ષિણા કરીને રામજી મંદિરે પણ શિર ઝુકાવીને નમન કરી ધન્યતા અનુભવે છે.

Next Story