Connect Gujarat
સમાચાર

અંકલેશ્વર ના સજોદ ગામે તસ્કરોનો તરખાટ,ઇલેક્ટ્રોનિક શોપ અને બેંક ના સેવા કેન્દ્રને નિશાન બનાવ્યું

અંકલેશ્વર ના સજોદ ગામે તસ્કરોનો તરખાટ,ઇલેક્ટ્રોનિક શોપ અને બેંક ના સેવા કેન્દ્રને નિશાન બનાવ્યું
X

4 LED ટીવી, રોકડ મળીને રૂપિયા 1.42 લાખ ઉપરાંતનો મુદ્દા માલ ચોરી કરી ચોર ટોળકી ફરાર

અંકલેશ્વર હાંસોટ રોડ ને અડીને આવેલ સજોદ ગામ ની એક ઇલેક્ટ્રોનિક દુકાન અને એસબીઆઈ બેંક ગ્રાહક સેવા કેન્દ્ર ના તાળા તોડી ને તસ્કરો એ ચોરી ને અંજામ આપ્યો હતો.અને ચોરી ની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અંકલેશ્વર તાલુકા ના સજોદ ગામ ખાતે આવેલ એલીન ઇલેકટ્રો ના શટર નું મધ્યરાત્રિ બાદ તસ્કરો એ તાળું તોડયુ હતું અને દુકાન માં પ્રવેશ કરીને 4 LED ટીવી તેમજ 15000 રૂપિયા ની રોકડ ચોરી કરી હતી,જ્યારે આ ઇલેક્ટ્રોનિક દુકાન ની બાજુ માં જ આવેલ એસબીઆઈ બેંક ના ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ને પણ ચોર ટોળકીએ નિશાન પર લીધું હતું અને વધુ રોકડ મળવા ની લાલશાએ તેમાં ચોરી માટે ઘુસ્યા હતા પરંતુ ચોરો ને માત્ર 400 રૂપિયા રોકડ જ હાથ લાગી હતી.જોકે આ સમગ્રચોરી ની ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થઈ ગઈ હતી.

તાલુકા પોલીસ મથક માં એલીન ઈલેક્ટ્રો ના માલિક જીજ્ઞેશ પટેલ દ્વારા રુપિયા 1.42 લાખ ની ચોરી અંગે ફરિયાદ દર્જ કરાવી હતી, અને પોલીસે ચોરી ની ઘટના ના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે.

Next Story