Connect Gujarat
ગુજરાત

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર
X

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની સિઝન શરૂ થઇ ત્યારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. ત્યારે તારીખ 28મી ની રાત્રિથી શરૂ થયેલો વરસાદ સવાર સુધીમાં જોડિયામાં 2 ઇંચ, ભાવનગરમાં 3 ઇંચ, તેમજ જામનગર અને ધ્રોલમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો હતો.

ભાવનગરમાં 3 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં ત્રણ ઇંચ વરસાદ વરસતા સિઝનનો વરસાદ 11 ઇંચ થયો છે.

જૂનાગઢમાં પણ ગઇકાલ બપોરથી ચાલુ થયેલા વરસાદ સવાર સુધીમાં બે ઇંચથી વધુ નોંધાયો હતો. જેના કારણે રસ્તાઓ પર પણ ભરાઇ ગયું હતુ.

લાંબા ઇન્ટરવલ બાદ ભાણવડમાં પણ મેઘ મહેર થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અષાઢ મહિનો પસાર થઇ જવા છતાં વરસાદ ન આવતા ચિંતાતુર બનેલા ખેડૂતો આજે વરસાદ આવવાથી હરખાયા હતા. તે સિવાય ઉના અને જામનગરમાં પણ વરસાદે આગમન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે પોરબંદર, જામનગર અને દ્વારકા સહિત દરિયાઇ પટ્ટી પર આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે તંત્રને પણ એલર્ટ કરી દેવાયું છે.

Next Story